Bigg Boss 14: રૂબીના દિલૈક અને પતિ અભિનવ શુક્લાનાં થવાના હતા છૂટાછેડા

30 November, 2020 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Bigg Boss 14: રૂબીના દિલૈક અને પતિ અભિનવ શુક્લાનાં થવાના હતા છૂટાછેડા

રૂબિના દિલૈક પતિ અભિનવ શુક્લા સાથે

રૂબીના દિલૈક (Rubina dilaik) પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવતા ઇમોશનલ (Emotional) થઈ ગઈ, તેણે કહ્યું કે એક એવો સમય હતો જ્યારે તેના લગ્ન મુશ્કેલીમાં હતા, તે અભિનવ (Abhinav Shukla) સાથે છૂટા છેડા લેવા તરફ આગળ વધી રહી હતી.

બિગબૉસ સીઝન 14નું ક્લાઇમેક્સ શરૂ થઈ ગયું છે. રૂબીના દિલૈક પહેલી કન્ફર્મ ફાઇનાલિસ્ટ બની ગઈ છે. સલમાન ખાને આની જાહેરાત કરી છે. ગયા વીકેન્ડ કા વાર એપિસોડમાં દર્શકોનું ઘણું મનોરંજન થયું. આ એપિસોડમાં પવિત્રા પુનિયાને ઘરમાંથી બહાર જવું પડ્યું. આ અઠવાડિયે વધુ 4 કોન્ટેસ્ટન્ટ બહાર થશે. એટલું જ નહીં, બિગ બૉસના ઘરમાં જૂની સીઝનના 6 કોન્ટેસ્ટન્ટ જોડાવાના છે જે આ સીઝનમાં એન્ટરટેઇન્મેન્ટ ઉમેરશે. સલમાન ખાને માહિતી આપી કે ફિનાલે વીક જાન્યુઆરીને બદલે આ અઠવાડિયે જ થશે. જો કે શૉ તેના પછી પણ ચાલશે.

કલર્સ ટીવી પર પ્રસારિત શૉ સાથે જોડાયેલા એપિસોડમાં બતાવવામાં આવ્યું કે રૂબીના પોતાના ખાનગી જીવન વિશે જણાવતા રડવા લાગી. બધાં કોન્ટેસ્ટન્ટ્સે પોતાના જીવન સાથે જોડાયેલી એક ઇમોશનલ સ્ટોરી કહેવાની હતી. એવામાં જ્યારે રૂબીનાનો વારો આવ્યો તો તેણે પતિ અને પોતાના સંબંધો વિશે જણાવ્યું. રૂબીનાનો પતિ અભિનવ હજી પણ આ શૉનો ભાગ છે.

આ પણ વાંચો : Bigg Boss 14: સલમાને ઘરના સદસ્યોને આપ્યો ઝટકો, આવતા અઠવાડિયે થશે ફિનાલે વીક

રૂબીના પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવતાં ભાવુક થઈ ગઇ. તેણે કહ્યું કે એક સમય હતો જ્યારે તેનું લગ્નજીવન જોખમમાં હતું, તે અને અભિનવ ડિવૉર્સ તરફ આગળ વધી રહ્યા હતા. રૂબીનાએ કહ્યું, "મેં અને અભિનવે એકબીજાને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો." આ દરમિયાન તેમને બન્નેને બિગબૉસમાં આવવાની તક મળી. રૂબીનાનું કન્ફેશન સાંભળીને અભિનવ પણ રડવા લાગ્યો. આમ તો બન્ને હજી પણ સાથે છે અને તેમના ચાહકો બન્નેને સાથે જોવા માગે છે.

indian television television news bigg boss 14 rubina dilaik Salman Khan entertainment news