બિગ બોસ સીઝન 13ને લઈને નવો ખુલાસો, થીમની સાથે આ થશે મોટું પરિવર્તન

06 April, 2019 03:57 PM IST  | 

બિગ બોસ સીઝન 13ને લઈને નવો ખુલાસો, થીમની સાથે આ થશે મોટું પરિવર્તન

બિગ બોસ 13 સલમાન ખાન

ટેલીવિઝનના સૌથી વિવાદાસ્પદ શૉ બિગ બૉસની તેરમી સિઝનની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે નવી સિઝન જૂની જગ્યાએ શૂટ ન કરાતાં નવી જગ્યાએ શૂટ કરવામાં આવશે. આ પહેલા આ રિયેલિટી શૉની શૂટિંગ હિલ સ્ટેશન પર થતી હતી. જેના લીધે મોટા ભાગે લોનાવલા (મહારાષ્ટ્ર)માં આ શૉની શૂટિંગ કરવામાં આવતી હતી.

મેકર્સે આ વખતે રિયાલિટી શૉ માટે નવું લોકેશન ફાઇનલ કર્યું છે. એક એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ પ્રમાણે ઓમંગ કુમારે કન્ફર્મ પણ કર્યું છે કે શો માટે નવા લોકેશનની શોધ પણ થઈ છે. જો કે મેકર્સે આ વાતનો ખુલાસો કર્યો નથી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઓમંગ કુમારે કહ્યું કે, "અત્યારે તો અમે બિગ બોસ મરાઠી કરીએ છીએ, તેની તૈયારી થઈ રહી છે. શૉ ખૂબ જ ધમાકેદાર થવાનું છે. મરાઠી પછી અમે અહીં આવશું, કારણ કે આની એક પ્રોસેસ હોય છે પણ, આ વખતે શૉ લોનાવલાથી શિફ્ટ થશે અને નવી લોકેશન પર લઈ જવાશે."

સલમાને બિગ બોસ 12ની શરૂઆત ગોવામાં એક ખાસ ઇવેન્ટથી કરી હતી. બિગ બૉસ 12માં શૉની થીમ બીચ હાઉઝ હતી. ઓમંગ કુમારે ઘરની ડિઝાઈન તૈયાર કરી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સીઝન 12ના ઘરને 300 લોકોએ 60 દિવસમાં તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો : રાજકોટની આ અભિનેત્રી માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા વિશ્વમાં છે લોકપ્રિય

ઉલ્લેખનીય છે કે દર વખતે શૉની થીમ બદલાવવામાં આવે છે. 12માં આ સીઝનમાં શૉને નવા લોકેશન પર શૂટ કરવાની ચર્ચા હતી, પણ તે સમયે એવું શક્ય ન બન્યું. બિગ બૉસ 12માં દીપિકા કક્કડ ઇબ્રાહિમ વિજેતા બની હતી અને પૂર્વ ક્રિકેટર શ્રીસંત બીજા નંબરે હતો.

Bigg Boss 12 Salman Khan omung kumar television news