ટૉપ લેવલ કે ફ્રૉડ લોગ હૈ : સાજિદ ખાન

03 January, 2023 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાલીન અને ટીનાના પર્ફોર્મન્સને જોયા બાદ તેણે આવું કહ્યું

સાજિદ ખાન

‘બિગ બૉસ 16’માં શાલીન ભનોત અને ટીના દત્તાના પર્ફોર્મન્સને જોયા બાદ સાજિદ ખાને તેમને ટૉપ લેવલ કે ફ્રૉડ લોગ કહ્યા છે. ન્યુ યરની પાર્ટીમાં રૅપર એમસી સ્ટેને પર્ફોર્મ કર્યું હતું. શાલીન અને ટીના વચ્ચે થયેલા ઝઘડા બાદ બન્નેએ રોમૅન્ટિક પર્ફોર્મન્સ આપ્યો હતો એથી સૌ ચોંકી ગયા હતા. ‘બિગ બૉસ’માં જોવા મળતી અર્ચના ગૌતમે તેમને બનાવટી કહ્યાં હતાં. સાથે જ જણાવ્યું કે આ તો માત્ર દેખાડો છે. ભીડની સામે આ રીતે ડાન્સ કરતાં તેમને શરમ આવવી જોઈએ. બીજી તરફ શાલીન અને ટીનાને લઈને કમેન્ટ કરતાં સાજિદે કહ્યું કે ‘ટૉપ લેવલ કે ફ્રૉડ લોગ હૈ.’
એમસી સ્ટેને કહ્યું કે ‘ઘણા સમયથી તેમનો કોઈ શો નથી આવ્યો એથી તેઓ આ બધો નર્યો દેખાડો કરી રહ્યાં છે.’

entertainment news television news indian television sajid khan tina dutta Bigg Boss