સાજિદ અને અબ્દુ માટે બર્ગર-પાર્ટી રાખી ફારાહે

17 January, 2023 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાજિદ ખાને હાલમાં જ ‘બિગ બૉસ ૧૬’માંથી એક્ઝિટ લીધી છે.

સાજિદ અને અબ્દુ માટે બર્ગર-પાર્ટી રાખી ફારાહે

ફારાહ ખાન કુંદરે તેના ભાઈ સાજિદ ખાન અને અબ્દુ રોઝિક માટે બર્ગર-પાર્ટી રાખી હતી. સાજિદ ખાને હાલમાં જ ‘બિગ બૉસ ૧૬’માંથી એક્ઝિટ લીધી છે. તાઝિકિસ્તાનના અબ્દુને તેના પ્રોજેક્ટને કારણે આ શોને અલવિદા કહેવું પડ્યું હતું, એથી ફારાહે તેમની સાથે આ રીતે ગેટ-ટુગેધર કર્યું હતું. એનો ફોટો તેણે શૅર કર્યો હતો. આ ફોટોમાં તેમની સામે બર્ગર અને ફ્રેન્ચફ્રાઇઝ પણ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી, ‘બિગ બૉસ ૧૬ની આ સીઝનના મારા આ બે ફેવરિટ છે. ક્યારેક માત્ર દિલ જીતવું પણ અગત્યનું હોય છે.’

entertainment news television news colors tv indian television Bigg Boss sajid khan farah khan