એકતાના શો ‘બેકાબૂ’માં દેખાશે શાલીન ભનોત

14 February, 2023 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકતાએ ​‘બિગ બૉસ 16’ના ગ્રૅન્ડ ફિનાલેમાં તેને આ રોલ ઑફર કર્યો હતો.

શાલિન ભનોત

એકતા કપૂરની સિરિયલ ‘બેકાબૂ’માં શાલીન ભનોત દેખાવાનો છે. આ સિરિયલમાં તે લીડ રોલ ભજવશે. એકતાએ ​‘બિગ બૉસ 16’ના ગ્રૅન્ડ ફિનાલેમાં તેને આ રોલ ઑફર કર્યો હતો. સાથે જ શાલીનને સ્ટન્ટ પર આધારિત ‘ખતરોં કે ખિલાડી’ની આગામી સીઝનની ઑફર રોહિત શેટ્ટીએ કરી હતી. જોકે શાલીને એ ઑફર ઠુકરાવી દીધી હતી. તેણે કારણ આપ્યું હતું કે તેને સાપ અને જીવજંતુઓનો ફોબિયા છે. સાથે જ શાલીને એમ પણ જણાવ્યું હતું કે તેને રોહિત શેટ્ટી સાથે કામ કરવાની ખૂબ ઇચ્છા છે, પરંતુ એ ફિલ્મો હોવી જોઈએ ન કે રિયલિટી શો. શાલીને શો માટે ઇન્કાર કરતાં અર્ચના ગૌતમને એ વાત પસંદ નથી પડી. તેનું માનવું છે કે શાલીને દિગ્ગજ ડિરેક્ટરનું અપમાન કર્યું છે. બીજી તરફ શિવ ઠાકરેને સ્ટન્ટ પર આધારિત આ ‘ખતરોં કે ખિલાડી 13’માં જવાની ઇચ્છા છે. બાળપણથી જ તેને આવા રિયલિટી શોમાં જવાનું સપનું છે. તે હવે રાહ જોઈ રહ્યો છે કે રોહિત શટ્ટી તેને ક્યારે આ શોની ઑફર આપે છે.

entertainment news television news indian television ekta kapoor Bigg Boss colors tv