Bigg Boss 14 Updates: શું આ અઠવાડિયે રૂબીના દિલૈક થશે ઘરથી બેઘર, જાણો

12 November, 2020 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 14 Updates: શું આ અઠવાડિયે રૂબીના દિલૈક થશે ઘરથી બેઘર, જાણો

રૂબીના દિલૈક

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 હાલ ચર્ચાનો વિષય બની ગયો છે અને આ સપ્તાહમાં પાછી એવી પળ આવી જશે, જ્યારે બિગ-બૉસ હાઉસના આ કન્ટેસ્ટન્ટન્સના માથા પર નૉમિનેશનની તલવાર લટકી છે અને બધા આ અસમંજસમાં ફસાયા છે કે પોતાના બચાવવા માટે કોને નૉમિનેટ કરવું જોઈએ અને કોને નહીં. આ સપ્તાહના નૉમિનેશનને હજી રસપ્રદ બનાવવા માટે મેકર્સે બે મજેદાર ટાસ્ક કરાવ્યા.

બીબી કી અદાલત અને કુર્બાની ટાસ્ક. હા, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને ટાસ્ક ઘરવાળાઓને નૉમિનેટ કરવા માટે કરાવ્યા હતા. આ ટાસ્કમાં જે પણ હારી જશે તેઓ ઘરથી બેઘર થવા માટે સીધે સીધા નૉમિનેટ થઈ જશે. સમાચાર આવી રહ્યા છે કે કુર્બાનીવાળા ટાસ્કમાં રૂબીના દિલૈક હારી ગઈ અને તે બેઘર થવા માટે નૉમિનેટ થઈ ચૂકી છે. સાથે જ બીબી કી અદાલત ટાસ્કમાં શાર્દુલ ઠાકુર હારીને નૉમિનેટ થઈ ગયો છે. તો હવે જોવાનું રહેશે રૂબીના અને શાર્દુલમાંથી કોઈ થાય છે ઘરથી બેઘર.

કુર્બાની ટાસ્કમાં રૂબીનાએ જાસ્મિન ભસીનને કહ્યું હતું કે જો તેને ઘરથી બેઘર થવાથી બચાવે છે તો જાસ્મિને અલી ગોનીને બેઘર કરવા માટે નૉમિનેટ કરવું પડશે. આ સાંભળીને જાસ્મિન ભસીન રડવા લાગે છે અને અલીને બચાવે છે, જેથી રૂબીના ઘરથી બેઘર થવા માટે નૉમિનેટ થઈ જાય છે.

colors tv bigg boss 14 Bigg Boss indian television television news entertainment news rubina dilaik Salman Khan