BB 14: અભિનવ શુક્લાએ પહેરાવી રાખી સાવંતને સાડી, પત્નીનું આવું રિએક્શન

08 January, 2021 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BB 14: અભિનવ શુક્લાએ પહેરાવી રાખી સાવંતને સાડી, પત્નીનું આવું રિએક્શન

રૂબીના, અભિનવ અને રાખી તસવીર સૌજન્ય - જાગરણ

બિગ-બૉસ 14ની સૌથી મોટી એન્ટરટેનર રાખી સાવંતે તાજેતરમાં એ કનફેસ કર્યું કે તેને અભિનવ શુક્લા ગમે છે. રાખી ઘરમાં બધા સાથે મસ્તી મજાક કરતી રહે છે. રાખી ન ફક્ત બિગ-બૉસના દર્શકોનું મનોરંજન કરે છે, પરંતુ તે ઘરમાં બધા સાથે હસી મજાક કરતી રહે છે. જોકે થોડા દિવસ પહેલા રાખી સાવંતનો જાસ્મિન ભસીન અને રાહુલ મહાજન સાથે ઝઘડો થઈ ગયો હતો બાદ બધા ઘરના સભ્યો રાખી વિરૂદ્ધ થઈ ગયા હતા. પરંતુ હવે રાખી પોતાના જૂના રૂપમાં પાછી આવી ગઈ છે.

કલર્સે તેના ઈન્સ્ટાગ્રામ પર આજના એપિસોડનો એક પ્રોમો શૅર કર્યો છે. જેમાં રાખી, અભિનવ સાથે મસ્તી કરતી નજર આવી રહી છે. રાખી કહીં રહી છે કે આજે અભિનવ તેને સાડી પહેરાવશે. રાખીની વાત સાંભળીને રૂબીના કહે છે, ક્યાં ક્યાથી વિચારે છે આવું બધું... હું તમને સાડી પહેરાવવામાં મદદ કરું. રૂબીનાની વાત પર રાખી જવાબ આપે છે, નહીં આજે તો તમારા પતિ જ મને સાડી પહેરાવશે અને પછી અમે તમારા પતિની આરતી ઉતારીશું. બાદ વીડિયોમાં અભિનવ, રાખીને સાડી પહેરાવતા નજર આવી રહ્યા છે. આ વીડિયો ઘણો ફની છે. તમે પણ જુઓ

રાખી તેની માતાને જોઈને ભાવુક થઈ ગઈ

આજે રાખી તેની માતાનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિચય કરાવશે, કારણકે રાખની માતા હોસ્પિટલમાં દાખલ છે. કલર્સે આજના એપિસોડનો એક પ્રોમો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે જેમાં બિગ બૉસ તમામ ઘરના સભ્યોને ફ્રીઝ કરતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કન્ટેસ્ટ્ન્ટ્સના ફ્રીઝ થયા બાદ રાખીને એની માતાને બતાવવામાં આવી છે. તે પોતાની માતાને જોઈને ઘણી ભાવુક થઈ જાય છે. માતા જણાવે છે કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ સાંભળીને રાખી ખરાબ રીતે રડવા લાગે છે અને તેમને પોતાની સંભાળ રાખવાની વાત કહે છે. રાખી કહે છે કે જ્યા સુધી તેઓ ઘરથી બહાર ન આવે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખે. રાખી અને તેમની માતાની વાત સાંભળીને દરેક જણ ભાવુક થઈ જાય છે.

Bigg Boss bigg boss 14 Salman Khan rubina dilaik indian television television news entertainment news