Bigg Boss: બિગ બૉસના ઘરમાં પાછી આવી કવિતા કૌશિક, આવા હતા એજાઝના રિએક્શન

08 November, 2020 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Bigg Boss: બિગ બૉસના ઘરમાં પાછી આવી કવિતા કૌશિક, આવા હતા એજાઝના રિએક્શન

કવિતા કૌશિકનું બિગ બૉસના ઘરમાં કમબૅક

વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી દ્વારા શૉમાં આવનારી કવિતા (Kavita Kaushik) ઘરમાં પહેલા જ અઠવાડિયે જનતા દ્વારા ઘરમાંથી બહાર થઈ ગઈ હતી. પોતાના વર્તન અને એજાઝ સાથે જોડાયેલી પર્સનલ વાતો નેશનલ ટેલીવિઝન પર બોલવાને કારણે કવિતાને ઑડિયન્સ પાસેથી ખૂબ જ ઓછા મત મળ્યા અને તે બિગ બૉસ ઘરમાંથી બેઘર થઈ ગઈ હતી.

બિગ બૉસ 14ના હાલના છેલ્લા એપિસોડમાં એન્ટરટેઇનમેન્ટનો સંપૂર્ણ ડૉઝ દેખાયો. આ દરમિયાન શૉમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો જેમાં કવિતા કૌશિકની શૉમાં ફરીથી એન્ટ્રી થઈ. પૉપ્યુલર સેલેબ્સ અને બિગ બૉસને ફૉલો કરનારા ચાર સભ્યોએ કવિતાના બિગ બૉસના ઘરમાં એન્ટ્રીને લઈને નિર્ણય લીધો અને તેના પર સહેમતિ દર્શાવી.

સલમાન ખાને વિંદૂ દારા સિંહ, કામ્યા પંજાબી, સુરભિ ચંદના અને આરતી સિંહના પેનલ સાથે ડિસ્કસ કર્યો. આ ચારેય કવિતાને તેના ઘરથી બેઘર થવાનું કારણ અને ઘરમાં પાછાં આવવાનું કારણ પૂછ્યું. જ્યારે કવિતાના જવાબથી બધા સહેમત દેખાયા તો સલમાને ચારેયને કવિતાને ફરી બિગ બૉસના ઘરમાં પાછા લાવવા વિશે પૂછ્યું. ચારેયએ કવિતાના બિગ બૉસના ઘરમાં જવાની વાત સ્વીકારી. કવિતા પણ આ વખતે શૉમાં મગજથી રમવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે તેને પોતાની ભૂલ સમજાઇ ગઈ છે અને હવે તે આવી ભૂલ ફરી નહીં કરે.

ઘરમાં ગયા પછી બધાંએ તેનું વેલકમ કર્યું. એજાઝે પણ ખુલ્લા દિલે કવિતાનું સ્વાગત કર્યું. નૈના સિંહ કવિતાને જોઇને ઇમોશનલ થઈ જાય છે. તે કવિતાને ભેટીને રડવા લાગી. અન્ય સભ્યોએ પણ કવિતાનું ઘરમાં ફરી સ્વાગત કર્યું.

ઓછા વોટ મળવાની પાછળ આ હતું કારણ
જણાવવાનું કે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા શૉમાં આવનારી કવિતા ઘરમાં પોતાના પહેલા જ અઠવાડિયે જનતા દ્વારા એક્ઝિટ થઈ ગઈ. જો કે, શૉમાં તેની ધમાકેદાર એન્ટ્રીથી એવું લાગ્યું કે હવે શૉમાં કંઇક એન્ટરટેઇનિંગ થશે. પણ પોતાના વર્તન અને એજાઝ સાથે જોડાયેલી પર્સનલ વાતો નેશનલ ટેલીવિઝન પર બોલવાને કારણે કવિતાને ઑડિયન્સ પાસેથી ખૂબ જ ઓછા મત મળ્યા અને તે બિગ બૉસ ઘરમાંથી બેઘર થઈ ગઈ હતી. રૂબીના દિલૈક, નિશાંત મલકાની અને જાસ્મિન ભસીન વચ્ચે ઑડિયન્સના સૌથી ઓછા વોટ કવિતાને મળ્યા અને તે ઘરમાંથી બેઘર થઈ ગઈ. નિશાંતને ઘરના સભ્યોએ વોટ આઉટ કર્યો હતો.

Bigg Boss bigg boss 14 entertainment news indian television television news