Bigg Boss 14: શૉમાં ફરીથી થશે વિકાસ ગુપ્તાની ધમાકેદાર એન્ટ્રી, વીડિયો

21 December, 2020 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 14: શૉમાં ફરીથી થશે વિકાસ ગુપ્તાની ધમાકેદાર એન્ટ્રી, વીડિયો

વિકાસ ગુપ્તા અને અર્શી ખાન. તસવીર સૌજન્ય - જાગરણ

ટીવી રિયાલિટી શૉ બિગ-બૉસ ઝઘડાઓ, વિવાદો સિવાય ઘણા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ માટે જાણીતો છે. આ એક ગેમ શૉ છે, જ્યાં સીન ક્યારે પણ પલટી થઈ શકે છે. બિગ-બૉસ 14માં પણ શરૂઆતથી જ એવું કંઈક જોવા મળી રહ્યું છે. આ સીઝનમાં દર્શકોને તે ટ્વિસ્ટ જોવા મળ્યા છે, જે કદાચ પાછલા કોઈપણ સીઝનમાં જોવા મળી નહીં હોય. જેમ કે શૉનો ફિનાલે વીક વચ્ચે જ આવી જવો, બે લોકોને શૉમાંથી વૉકઆઉટ કરી દેવું, બિગ-બૉસના એક્સ કન્ટેસ્ટન્ટ્સ ફરીથી ટ્રોફી માટે આવ્યા રમ્યા.. વગેરે વગેરે....

તાજેતરમાં બિગ-બૉસ 14માં એક એવી ઘટના થઈ હતી, જે ઘણી ચર્ચામાં રહી હતી. જ્યારે અર્શી ખાનની વાતથી વિકાસ ગુપ્તા એટલા હેરાન થઈ ગયા હતા કે તેમણે અર્શીને સ્વિમિંગ પૂલમાં ધક્કો માર્યો હતો. ત્યાર બાદ બિગ-બૉસે અર્શી ખાનને ઘણું સંભળાવ્યું અને એની ભૂલની સજા આપતા વિકાસ ગુપ્તાને ઘરથી બેઘર કરી દીધો હતો. પરંતુ હવે વિકાસ ગુપ્તા ફરીથી ઘરમાં પાછા આવી રહ્યા છે. વિકાસ ગુપ્તાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઘરમાં ફરીથી એન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે. તેમને જોઈને બધા ઘરના સભ્યો ઘણા ખુશ છે, ત્યારે અર્શી ખાન થોડો આંચકો અનુભવે છે.

ઘરમાં જતા પહેલા વિકાસ ગુપ્તાના ફૅન્સ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગયા પછી લોકો તરફથી તેમને ઘણા બધા મેસિજિઝ મળ્યા, જે રીતે લોકોએ તેમને ટેકો આપ્યો છે, તે જોઈને તેઓ ઘણા ખુશ થયા છે. વીડિયો શૅર કરતા વિકાસે કેપ્શનમાં લખ્યું છે, આ વખતે જીતવું મારી ઈચ્છા નહી, મારી જરૂરત છે એટલે હું મારા 100 ટકા આપીશ, અથવા એનાથી પણ વધારે આપીશ.

શૉમાંથી વિકાસના ગયા બાદ આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાને અર્શી ખાનની ક્લાસ લગાવી હતી. એમણે કહ્યું હતું કે જો અર્શી મારી માતા માટે આવું કંઈક બોલત, તો કદાચ હું પણ વિકાસ ગુપ્તા જેવું જ કરત.

vikas gupta arshi khan bigg boss 14 Bigg Boss television news tv show entertainment news Salman Khan