Bigg Boss 14 vs Nach Baliye: કોણ મારશે બાજી, એક જ સમયે થશે ટેલિકાસ્ટ

21 July, 2020 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 14 vs Nach Baliye: કોણ મારશે બાજી, એક જ સમયે થશે ટેલિકાસ્ટ

Bigg Boss 14 vs Nach Baliye

ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગ બૉસ દુનિયાનો સૌથી મોટો રિયાલિટી શૉ છે. દર વર્ષે ફેન્સ આ શૉ ક્યારે ઑનએર થશે એની રાહ આતુરતાથી જોતા હોય છે. આ વર્ષે પણ ચાહકોની નજર બિગ બૉસ 14 પર જ ટકી રહેલી છે. દરમિયાન, એવા અહેવાલો છે કે બિગ બૉસ 14ના ટાઇમ સ્લોટમાં બીજો રિયાલિટી શૉ પણ પ્રસારિત થશે. જાણો શું છે આખો મામલો.

મળેલી માહિતી અનુસાર નચ બલિયે 10 અને બિગ-બૉસ 14નો સમય એકસરખો હોઈ શકે છે. સ્ટાર પ્લસ નચ બલિયે સીઝન 10નો પ્લાન કરી રહી છે. એને ઑક્ટોબરમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સ્લોટમાં કલર્સ ટીવીનો શૉ બિગ-બૉસ 14નો વીકેન્ડ એપિસોડ ટેલીકાસ્ટ થશે. જોકે અત્યાર સુધી આ વિશે કોઈ ઑફિશિયલ જાણકારી સામે આવી નથી. જોવાનું રહેશે કે આ સમાચાર કેટલા સાચા સાબિત થશે.

જો બિગ-બૉસ 14 અને નચ બલિયે 10 એક જ સ્લોટ પર ઑનએર થાય છે તો બન્ને શૉઝની ટીઆરપીમાં તગડો કૉમ્પિટિશન જોવા મળી શકે છે. હાલ તો કોરોના વાઈરસના કારણથી બિગ-બૉસ ક્યારે શરૂ થશે એના પર જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં બિગ-બૉસના ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની ચર્ચા છે કે કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શૉ સપ્ટેમ્બરના અંતમાં શરૂ થઈ જશે. 27 સપ્ટેમ્બરે શૉનું પ્રીમિયર થશે. જ્યાં નચ બલિયે 9 સક્સેસફૂલ રહ્યું હતું. શૉને સલમાન ખાને પ્રોડ્યૂસ કર્યું હતું.

આ પણ જુઓ : Bigg Boss 13માં ફૅમસ થયા આ એક્ટ્રેસના સુંદર 'લિપ્સ', જાણો કોણ છે

રવીના ટંડન અને અહેમદ ખાન આ શૉને જજ કર્યો હતો. સમાચાર છે કે સલમાન ખાન આ સમયે નચ બલિયે 10ને પ્રોડ્યૂસ નહીં કરે. ચેનલ બીજા કોઈ પ્રોડ્યૂસરનો શોધી રહી છે. બિગ-બૉસ 14ની વાત કરીએ તો આ સમયે શૉમાં ટીવી અને ફિલ્મી સ્ટાર્સ સિવાય ટિક-ટૉક સ્ટાર્સ અને ફૅમસ યૂ-ટ્યૂબર પણ નજર આવી શકે છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર સીઝન 14ને સલમાન ખાન જ હોસ્ટ કરવાના છે.

nach baliye 7 Bigg Boss television news tv show entertainment news Salman Khan