જેનિફર વિન્ગેટે બિગ બૉસ 14ને ના પાડ્યા બાદ જોવા મળશે પર્લ પુરી?

29 August, 2020 06:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેનિફર વિન્ગેટે બિગ બૉસ 14ને ના પાડ્યા બાદ જોવા મળશે પર્લ પુરી?

જેનિફર વિન્ગેટ

‘બિગ બૉસ 14’ને જેનિફર વિન્ગેટે ના પાડ્યા બાદ હવે એવી ચર્ચા છે કે ‘નાગિન 3’નો પર્લ પૂરી જોવા મળશે. જોકે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ સમય જ જણાવશે. એવી પણ ચર્ચા છે કે જેનિફરને ૩ કરોડની ઑફર કરવામાં આવી હતી. જોકે તેણે ના પાડી એટલે શોના મેકર્સે પર્લ પુરીને 5 કરોડની ઑફર કરી છે. રિયલિટી શો ‘બિગ બૉસ’ લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. કન્ટેસ્ટન્ટ્સની પરસ્પર લડાઈ અને વિવાદ આ શોનું મુખ્ય આકર્ષણ છે. ‘બિગ બૉસ 14’ માટે વિવિધ સેલિબ્રિટીઝને અપ્રોચ કરવામાં આવી રહ્યા છે. જેનિફરે ઑફર એટલા માટે ઠુકરાવી દીધી કેમ કે તેને આ શોમાં જવાની કોઈ ઇચ્છા નથી. એથી ચર્ચા એવી ચાલી રહી છે કે ‘નાગિન 3’ની પર્લ પુરીને 5 કરોડની ભારે રકમ સાથે આ શો ઑફર કરવામાં આવ્યો છે. જોકે તેની મરજી હજી સુધી જાણવા નથી મળી, કારણ કે તે અન્ય પ્રોજેક્ટ્સમાં પણ બિઝી છે. શોમાં કયા સ્પર્ધકો ભાગ લેવાના છે એને લઈને હંમેશાંથી લોકોમાં તાલાવેલી રહે છે.

entertainment news indian television television news jennifer winget Bigg Boss bigg boss 14