'બિગ-બૉસ'ને બંધ કરવાની માંગ થઈ તેજ,ભાજપના MLAનો કેન્દ્રીય મંત્રીને પત્ર

10 October, 2019 01:01 PM IST  |  મુંબઈ

'બિગ-બૉસ'ને બંધ કરવાની માંગ થઈ તેજ,ભાજપના MLAનો કેન્દ્રીય મંત્રીને પત્ર

બિગ બૉસને બંધ કરવાની ઉઠી માંગ

ખાનગી ટીવી શો બિગ બૉસ-13ની સામે યૂપી, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન વધતું જ રહ્યું છે. બિગ બૉસના હોસ્ટ સલમાન ખાનનું પુતળું ફુંકવાને લઈને ભારે વિરોધ બાદ હવે આ મામલો રાજનૈતિક રંગ પણ પકડી રહ્યા છે.

હાલના મામલામાં દિલ્હી પાસે આવેલી લોની વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને ટીવી શો બિગ બૉસ પર રોક લગાવવાની માંગ કરી છે. લોનીથી ધારાસભ્યએ લખેલા પત્રમાં બિગ બૉસ પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવાની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે- બિગ બૉસ અશ્લીલતા પીરસવાની સાથે દેશમાં  સ્થાપિત સામાજિક આદર્શોને પણ નુકસાન કરી રહ્યું છે.


તમને જણાવી દઈએ કે ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં બિગ બૉસને બંધ કરવાની માંગ ઉઠી રહી છે. દિલ્હી પાસે આવેલા ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં છેલ્લા અનેક દિવસોથી સતત હિન્દૂ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી તેને બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

તાજેતરમાં જ પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝફ્ફનગર જિલ્લામાં હિંદૂ સંગઠનોએ સલમાન ખાનનું પુતળું ફુંકીને બિગ બૉસનો વિરોધ કર્યો હતો. હિંદૂ સંગઠનોનું કહેવું છે કે ટીવી સીરિયલ બિગ બૉસના માધ્યમથી અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પ્રકાશ જાવડેકરને પણ શો બંધ કરવાની માંગ કરી છે.

આ પણ જુઓઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

રાષ્ટ્રીય બજરંગદળના મુઝફ્ફરનગરના જિલ્લાધ્યક્ષ અતુલ ત્યાગીનું માનીએ તે બિગ બૉસના માધ્યમથી ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિની છબિને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી બિગ બૉસ બંધ નહીં થાય, અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

Bigg Boss Salman Khan