Bigg Boss 13: ફિનાલે વીકેન્ડ પહેલા જ ખતમ થઈ શકે છે આમની સફર....

15 October, 2019 02:06 PM IST  |  મુંબઈ

Bigg Boss 13: ફિનાલે વીકેન્ડ પહેલા જ ખતમ થઈ શકે છે આમની સફર....

કોની બિગ બૉસમાં સફર થશે ખતમ!

કલર્સ ટીવી પર પ્રસારિત થતા રિઆલિટી શો બિગ બૉસ 13માં જલ્દી જ ફિનાલે વીકેન્ડની શરૂઆત થવાની છે. આખા ઘરમાંથી માત્ર 3 છોકરીઓ અને 3 છોકરાઓ જ ફિનાલેની રેસમાં પહોંચી જશે, બાકીના લોકોનું સફર ખતમ થઈ જશે. આ અઠવાડિયે ગયા અઠવાડિયાની જેમ ડબલ એલિમિનેશન થવાનું છે. જેમાં કોઈ એક છોકરો અને એક છોકરી ઘરથી બહાર નીકળી જશે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ ઘરમાં બીબી બેન્ક ટાસ્ક થયો. જેમાં બે મુકાબલો ટીમ એ અને ટીમ બી વચ્ચે થયો હતો. આ ટાસ્કમાં હારનારા લોકોમાં રશ્મિ દેસાઈ, માહિરા શર્મા અને દેવોલીના હતા. કારણ કે દેવોલીના આ અઠવાડિયા માટે ઘરની ક્વીન છે એટલે તે સેફ છે. જ્યારે રશ્મિ અને માહિરના નોમિનેટ થયા છે.


નોમિનેટ થયા બાદ રશ્મિ અબૂ મલિકને ફરિયાદ કરતી નજર આવી. રશ્મિનું કહેવું છે કે તે ત્રીજી વાર નોમિનેટ થઈ છે. લોકોને લાગે છે કે તેની ફેન ફોલોઈંગ વધારે છે તો તેને બચાવી લેવામાં આવશે, પરંતુ એવું નથી. એ સાફ છે કે રશ્મિનો ચાહક વર્ગ માહિરા કરતા વધારે છે એટલે માહિરા બહાર થઈ શકે છે.

આ પણ જુઓઃ 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય!

છોકરાઓની વાત કરીએ તો તેઓ ગયા અઠવાડિયે જ નૉમિનેટ થઈ ગયા છે. સિદ્ધાર્થ શુક્લા સિવાય બધા જ લોકો નૉમિનેટેડ છે. છોકરીઓએ સિદ્ધાર્થને બચાવ્યો હતો. આ સાથે જ શોમાં ફિનાલે વીકેન્ડ ટાસ્કની શરૂઆત થવાની છે. આ જીતનારા સભ્યને સીધા શોના ફિનાલેની ટિકિટ મળી જશે.

Bigg Boss rashami desai