Bigg Boss 13: આ રીતે થશે ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈની એન્ટ્રી

29 September, 2019 04:21 PM IST  |  મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: આ રીતે થશે ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈની એન્ટ્રી

રશ્મિ દેસાઇ

ટીવી શૉ બિગ બૉસ ધમાકેદાર શરૂઆત માટે તૈયાર છે. રવિવાર રાતે એટલે કે આજે રાતે ટેલિકાસ્ટ થશે. ત્યાર બાદ બિગ બૉસના ઘરમાં ડ્રામા શરૂ થઈ જશે અને શૉમાં ધમાકેદાર ટાસ્કનો સિલસિલો શરૂ થઈ જશે. પણ તેના પહેલા બિગબૉસના ઘરમાં આવતાં કોન્ટેસ્ટન્ટની એન્ટ્રી પણ ધમાકેદાર થવાની છે. કલર્સ તરફથી શૅર કરાયેલા વીડિયો અને સોશિયલ મીડિયા પર લીક થતાં વીડિયોઝ પરથી ખબર પડે છે કે કોન્ટેસ્ટન્ટની એન્ટ્રી પણ દમદાર થવાની છે.

કલર્સ તરફથી એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં દેખાય છે કે રશ્મિ દેસાઇ પોતાના ધમાકેદાર પર્ફોર્મન્સ પછી શૉમાં એન્ટ્રી કરશે. વીડિયોમાં તેના જબરજસ્ત ડાન્સ મૂવ્સ પણ જોવા મળે છે અને તેનું ગ્લેમર પણ દેખાય છે. વીડિયોમાં રશ્મિ પોતાના ડાન્સમાં ખૂબ જ સુંદર દેખાય છે. હવે જોવાનું એ છે કે રશ્મિ આખરે ઘરમાં કેવું કમાલ દર્શાવશે?

રશ્મિની બિગ બૉસમાં એન્ટ્રીની સાથે સાથે અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. ચર્ચા છે કે રશ્મિ દેસાઇ આ વખતે બિગ બૉસની સૌથી મોંઘી કોન્ટેસ્ટન્ટ પુરવાર થઈ શકે છે. તેને બિગ બૉસના ઘરમાં રહેવા માટે 1.2 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પિન્કવિલાએ પોતાની રિપોર્ટમાં એક સોર્સના માધ્યમથી જણાવ્યું કે તે શૉમાં બૉયફ્રેન્ડ અરહાન ખાન સાથે જોવા મળશે.

એટલું જ નહીં ચર્ચા તો એ પણ છે કે રશ્મિ શૉમાં જ પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન પણ કરી શકે છે. જો કે હકીકત તો શૉ પૂરું થયા પછી જ ખબર પડશે. તો વધું કેટલાક વીડિયોઝ પણ શૅર કરવામાં આવી રહ્યા છે, જેમાં રશ્મિ દેસાઇ, દેવોલીના ભટ્ટાચાર્યજી અને સિદ્ધાર્થ શુક્લા સિઝલિંગ પર્ફોર્મન્સ કરતાં દેખાય છે.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જણાવીએ કે શૉની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થશે અને કલર્સ ટીવી સિવાય તમે ઑનલાઇન પણ આ શૉ જોઈ શકો છો. જો તમે કોઇક શૉ મિસ કરી દીધો છે કે બહાર છો તો તમે સરળતાથી શૉની મજા માણી શકો છો... તેની માટે તમારે Voot એપ્લિકેશનની મદદ લેવી પડશે. જ્યાં તમે શૉની ઑનલાઇન મજા માણી શકશો.

Bigg Boss 12 television news colors tv