આસિમ સાથેની ફાઇટમાં સેલિબ્રિટીઝનો સપોર્ટ મળ્યો સિદ્ધાર્થ શુક્લાને

22 January, 2020 02:09 PM IST  |  Mumbai

આસિમ સાથેની ફાઇટમાં સેલિબ્રિટીઝનો સપોર્ટ મળ્યો સિદ્ધાર્થ શુક્લાને

આસિમ રિયાઝ સાથે સિદ્ધાર્થ શુક્લા

આસિમ રિયાઝ સાથેની ફાઇટમાં ઘણી સેલિબ્રિટીઝ સિદ્ધાર્થ શુક્લાને સપોર્ટ કરી રહી છે. સોમવારના એપિસોડમાં સિદ્ધાર્થ અને આસિમ વચ્ચે ઝઘડો થયો હતો. આ એપિસોડમાં એક ટાસ્ક આપવામાં આવ્યો હતો અને આસિમને એનો સંચાલક બનાવવામાં આવ્યો હતો. આ ટાસ્કમાં વિશાલ આદિત્ય સિંહ ઘોડા પરથી ઊતરી ગયો હતો જે નિયમનો ભંગ કહેવાય છે. જોકે આસિમે કહ્યું હતું કે તે ઘોડા પરથી નથી ઉતરો અને ત્યાર બાદ સિદ્ધાર્થ સાથે ઝઘડો થઈ ગયો હતો. વાતચિતમાં તેમનો ઝઘડો થયો હતો અને ‘બિગ બૉસ’ના આદેશ બાદ તેઓ અલગ પણ થઈ ગયા હતા.

આ પણ વાંચો : લગ્ન તૂટવા બદલ આસિમને જવાબદાર નથી માનતી હિમાંશી ખુરાના

જોકે ત્યાર બાદ આસિમે ફરી શરૂ કર્યું હતું કે ‘આંખ નીચોડ દુંગા’ અને ત્યાર બાદ તેમની વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો હતો. આ ઝઘડામાં સિદ્ધાર્થે આસિમને તેના પપ્પા વિશે બોલીને ઉશ્કેર્યો હતો. આ ઝઘડા બાદ સોશ્યલ મીડિયા પર લોકો સિદ્ધાર્થને સપોર્ટ કરી રહ્યાં છે, જેમાં સેલિબ્રિટીઝ પણ છે.

આ ચુસલેટ આસિમ તો ચિટર આસિમ નિકળ્યો. ‘બિગ બૉસ’એ સાફ-સાફ કહ્યું હતું કે ઘોડા પરથી કોઈ ઊતરી નહીં શકે અને એમ છતાં તે ખુલ્લેઆમ ખોટું બોલી રહ્યો છે. તેને શોમાં શું કામ બતાવવામાં આવી રહ્યો છે? નહીં દેખાતો હતો એ જ સારું હતું.

- કામ્યા પંજાબી

‘બિગ બોસ’ના ભૂતપૂર્વ સ્પર્ધક તરીકે કહું છું કે જો ઊતરી શકાતું હોત તો બેસાવાનો ટાસ્ક ન આપ્યો હોત. બેસી ગયા તો બેસી ગયા અને ઊતરી ગયા તો બહાર ગયા. ઘોડા પરથી ન ઉતરવા માટે લોકોએ શું-શું (આસિમ અને સિદ્ધાર્થની ફાઇટ) સહન કર્યું છે. આ વિશાલ સ્ટાઇલ દેખાડવામાં ગયો.

- મનવીર ગુર્જર

ચુસલેટ આસિમે પહેલાં સિદ્ધાર્થનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ શેફાલી જરીવાલાનો ઉપયોગ કરીને એને ડંખ માર્યો. ત્યાર બાદ કોઈ સિંગર (હિમાંશી ખુરાના)ને ‘આઇ લાઇક ઇટ’ કર્યું અને હવે રશ્મિ દેસાઈના ખોળામાં બેસી ગયો છે. ‘બિગ બૉસ’ના વિનરની શું આ ક્વૉલિટી હોય છે જે પોતાના દમ પર કંઈ નથી કરી શકતો? ફક્ત ભોંકવા સિવાય.

- વિંદુ દારાસિંહ

આસિમના દરેક ફૅન્સને કહેવા માગું છું કે રૅપ-સૉન્ગ ટાસ્ક જીત્યા બાદ ઇલાઇટ ક્લબનો વિનર બન્યો ત્યારે કેમ તેઓ ‘બિગ બૉસ’ને બાયસ નહોતાં કહીં રહ્યાં? ફૅન હોવાથી સપોર્ટ કરવો બરાબર છે, પરંતુ ખોટું ન ચલાવવું જોઈએ. આસિમને કોઈ ટાર્ગેટ નથી કરી રહ્યું. તે સારું રમી રહ્યો છે, પરંતુ તે જ્યારે ખોટો હોય ત્યારે એ સ્વીકારવું જોઈએ.

- ગૌહર ખાન

આસિમને ખરેખર મદદની જરૂર છે. તેને પાગલખાનામાં લઈ જવાનો હતો, પરંતુ કલર્સવાળા ‘બિગ બૉસ’માં લઈ ગયા.

- સંભાવના સેઠ

મને નહોતી ખબર કે લાઇફમાં હું કોઈને આટલી નફરત કરી શકીશ. નફરત ખૂબ જ મોટો શબ્દ છે, પરંતુ આસિમ રિયાઝનું નામ પણ હું સાંભળવા નથી માગતી. તે જે પણ શબ્દ બોલે છે એ મારા અને મારી આસપાસના લોકોના કાનમાં ખૂંચે છે. આશા રાખું છું કે આ વ્યક્તિને હું મારી લાઇફમાં ફરી ક્યારેય નહીં જોઉં. તમામ સિઝનના સ્પર્ધકમાં આસિમ રિયાઝ સૌથી ખરાબ પ્લેયર છે.

- કૈનત અરોરા

siddharth shukla Bigg Boss 13 colors tv television news tv show