Bigg Boss 13: સલમાન ખાનના મોઢામાંથી નિકળ્યા અપશબ્દો, જાણો કેમ?

26 October, 2019 02:29 PM IST  |  મુંબઈ

Bigg Boss 13: સલમાન ખાનના મોઢામાંથી નિકળ્યા અપશબ્દો, જાણો કેમ?

જાણો કેમ ગુસ્સે થયા સલમાન ખાન?

આજે સલમાન ખાન ફરી એક વાર વીકેન્ડર વારમાં તમામ ઘરના સભ્યોનું રિપોર્ટ કાર્ડ લઈને આવનાર છે. આ અઠવાડિયા બિગ બૉસના ઘરમાં અનેક બબાલો જોવા મળી રહી છે. સલમાન ખાન પણ તમામ ઘરના લોકોથી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. શહનાઝને સપોર્ટ કરતા સલમાન ખાને સિદ્ધાર્થ ડેની એવી ક્લાસ લગાવી કે તેમના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા.

આ અઠવાડિયે થયેલા સાંપ સીડી ટાસ્કમાં શહનાઝ અને સિદ્ધાર્થ ડે વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ ગઈ હતી, જે દરમિયાન શેફાલી બગ્ગા અને સિદ્ધાર્થ ડેએ શહનાઝને તેમના કેરેક્ટર વિશે ઘણી ભદ્દી વાતો કહી હતી. આ મામલો ઉઠાવતા સલમાને શેફાલીને કહ્યું, તમે શહનાઝને કેરેક્ટર સર્ટિફિકેટ આપશો? શેફાલીએ પણ સલમાનને અને વાર સફાઈ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ સલમાને તેમની એક વાત ન સાંભળી.


આગળ સલમાને કહ્યું કે, આ તો કમાલ થઈ ગયો, એક છોકરી છોકરીની ઈજ્જત નથી કરતી, એટલું જ કરો કે જ્યારે પોતાના પર આવે તો તેને સહન કરી શકો. બાદમાં સિદ્ધાર્થ ડેને ફટકાર લગાવતા સલમાને કહ્યું કે, જણાવો સિદ્ધાર્થ શું શું કહ્યું છે તમે, થૂકેલી છોકરી.

જેના પર સલમાને લડખડાતી જીભે તેમને સફાઈ આપવાનો પ્રયાસ કર્યો જેનાથી સલમાન વધુ ભડકી ગયા. સલમાને કહ્યું કે, આ ગેમ મને શિખવશો તમે? જે બાદ સલમાને આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે મને પણ તેની ગણતરીમાં લઈ રહ્યા છો કે શું, લેખક છો લખો છો, નામ કમાવવા આવ્યો છો નામ કમાઈને જાઓ, બદનામ થઈને નહીં.

આ પણ જુઓઃ જાણો તબલાવાદકથી ખ્યાતિપ્રાપ્ત ગાયક સુધીની 'ઓસમાણ મીર'ની સફરને

તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે કોએના અને શહનાઝની લડાઈ થઈ હતી ત્યારે પણ શહનાઝ ખોટી હોવા છતા સલમાને તેમને સપોર્ટ કર્યો હતો. સલમાનને જોઈને સોશિયલ મીડિયામાં તેમના પર ભેદભાવના આરોપ લગાવવમાં આવી રહ્યા હતા. બધા લોકોનું કહેવું છે કે સલમાન ખાન શહનાઝને થોડું વધારે જ સપોર્ટ કરે છે.

Salman Khan Bigg Boss