Bigg Boss13: શહેનાઝને કિસ કરવા પાછળ પડ્યા આ 2 કન્ટેસ્ટંટ, જાણો ડિમાન્ડ

03 October, 2019 04:58 PM IST  |  મુંબઈ ડેસ્ક

Bigg Boss13: શહેનાઝને કિસ કરવા પાછળ પડ્યા આ 2 કન્ટેસ્ટંટ, જાણો ડિમાન્ડ

શહેનાઝ, પારસ

'બિગ બૉસ' સીઝન 13એ પહેલા જ દિવસથી ચર્ચાઓમાં છવાયેલા રહેવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે દરેક સીઝનમાં જોવા મળે છે કે કોન્ટેસ્ટન્ટ વચ્ચે તૂ-તૂ મેં-મેં અને રોમાન્સ એક-બે અઠવાડિયા પછી શરૂ થાય છે, પણ આ સીઝનમાં પહેલા જ દિવસે કોન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ખેંચાખેંચ જોવા મળી છે, સાથે જ દિવસ પૂરું થતાં રોમાન્સ પણ જોવા મળે છે. બુધવારે 'બિગ બૉસ'ના ઘરમાં આખા દિવસના ખતરનાક ટાસ્ક બાદ સાંજે રોમેન્ટિક માહોલ જોવા મળ્યો, અને આ માહોલ શહેનાઝ, પારસ અને સિદ્ધાર્થ ડે એ બનાવ્યો.

થયું એવું કે ટાસ્ક પૂરું થયા પછી શહેનાઝ, સિદ્ધાર્થ અને પારસ સાથે બેઠા હતા. ત્યારે પારસ અને સિદ્ધાર્થ, શહેનાઝ પાસેથી કિસ માગે છે. સિદ્ધાર્થ, શહેનાઝને ગાલ પર કિસ કરવાનું કહે છે અને પારસ માથા પર. સિદ્ધાર્થ અને પારસની આ વાત શહેનાઝ મસ્તીમાં ટાળી દે છે. પણ બન્ને જ્યારે તેની પાછળ પડી જાય છે તો શહેનાઝ પારસને કહે છે કે જો તે ઘરની ત્રણ છોકરીઓ પાસેથી કિસ કરાવી લીધી તો શહેનાઝ તેને કિસ કરશે. તેના પર પારસે કહ્યું કે જો તેણે ત્રણ છોકરીઓ પાસેથી કિસ મેળવી લીધી તો પછી શહેનાઝે તેને લિપ પર કિસ કરવી પડશે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

પારસની આ શરત પહેલા તો શહેનાઝ માની જાય છે પણ પછી કહે છે કે તે લિપ પર નહીં પણ તેની છાતી પર કિસ કરશે. તેના પછી સિદ્ધાર્થ કહે છે કે તે તેના ગાલ પર જ કિસ કરી દે તો ઘણું છે. આ રીતે ત્રણે વચ્ચે કિસને લઇને ઘણી લાંબી વાતચીત થાય છે. હવે પારસ ત્રણે છોકરીઓ પાસેથી કિસ મેળવી લેશે? શું ત્રણે વચ્ચે કોઇક લવ ટ્રાયલ એંગલ શરૂ થઈ જશે? આ બધું તો બિગ બૉસના આગળના એપિસોડમાં જોવા મળશે. જે કો પારસ અને શહેનાઝ વચ્ચે શૉમાં નિકટતા વધતી જોવા મળે છે.આ પહેલા શહેનાઝ પારસની બૉડી મસાજ કરતી જોવા મળી હતી.

Bigg Boss 13 Bigg Boss television news