Bigg Boss 13: દલજીત કૌર થઈ ઘરમાંથી બહાર, દર્શકો થયા હેરાન

13 October, 2019 11:50 AM IST  |  મુંબઈ

Bigg Boss 13: દલજીત કૌર થઈ ઘરમાંથી બહાર, દર્શકો થયા હેરાન

દલજીત કૌર

બિગ બૉસ 13 શરૂ થયાને 14 દિવસો થઈ ગયા છે. આ વખતે ઘરમાં ટાસ્ક, નૉમિનેશન, એલિમિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. શનિવારે થયેલા વીકેન્ડ કા વારમાં સુપરસ્ટાર સલમાન ખાને ધમાકેદાર એન્ટ્રી કરી. વીકેન્ડ કા વારમાં  પહેલા દિવસે જ દલજીત કૌરને ઘરને અલવિદા કહેવું પડ્યું. દલજીત કૌરની સાથે ત્રણ વધુ કન્ટેસ્ટન્ટ નૉમિનેટ થયા હતા, જેમાં કોએના મિત્રા, રશ્મિ દેસાઈ અને શહનાઝ કૌરના નામ સામેલ છે.


તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે બે પ્રતિસ્પર્ધી ઘરથી બહાર થવાના છે, જેમાં દલજીત કૌર બહાર થઈ ગઈ છે, જ્યારે એક પ્રતિસ્પર્ધી આજે બહાર થશે. દલજીત કૌરની છબી સારી હતી અને તે સારી રીતે રમી પણ રહી હતી. દલજીત કૌરના બહાર આવવાથી દર્શકો કો પરેશઆન છે, કારણ કે બહુ ઓછા લોકોને અંદાજ હતો કે તે ઘરની બહાર જશે.

તો બીજી તરફ પારસ અને માહિરા ડેટ પર પોતાનું કનેક્શન સ્ટોન્ગ કરતા નજર આવી રહ્યા છે. પારસ માહિરા સાથે ફ્લર્ટ કરી રહ્યા છે પરંતુ માહિરા પારસ સાથે કહે છે કે તે બિલકુલ હૉટ નથી. માહિરા પારસને કહે છે કે આજ સુધી તેમણે  આજ સુધી કોઈ પણ છોકરાએ પ્રપોઝ કર્યું નથી. જણાવી દઈએ કે આ વખતે વીકેન્ડ કામ વારમાં મૌની રૉય અને રાજકુમાર રાવ પોતાની ફિલ્મ મેઈડ ઈન ચાઈનાના પ્રમોશન કરવા પહોંચ્યા હતા.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

દલજીત કૌર ટીવી અભિનેત્રી છે અને ડાન્સ રિઆલિટી શો નચ બલિયે 5ની વિનર પણ રહી ચુકી છે. તે પહેલા ટીવી સીરિયલ કયામતની રાતમાં પણ નજર આવી ચુકી છે. દિલજીતે એ સીરિયમાં નેગેટિવ ભૂમિકા નિભાવી હતી.

Bigg Boss Salman Khan