Bigg Boss 13: ટાસ્ક દરમિયાન બેહોશ થઈ હિમાંશી, ઉચકીને દોડ્યો આસિમ

01 February, 2020 01:44 PM IST  |  Mumbai

Bigg Boss 13: ટાસ્ક દરમિયાન બેહોશ થઈ હિમાંશી, ઉચકીને દોડ્યો આસિમ

હિમાંશી ખુરાના : તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

બિગ-બૉસ 13 જેમ જેમ ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ ટાસ્ક પણ ટફ થતા જઈ રહ્યા છે. જીતને લઈને દરેક જણ નવી-નવી રીત અપનાવી રહ્યા છે. શૉમાં ડ્રામા અને કૉન્ટ્રોવર્સીનો ધમાકેદાર ડૉઝ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાનાને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શૉમાં કન્ટેસ્ટન્ટ પોતાના કનેક્શનની સાથે મળીને કેપ્ટેન્સી ટાસ્કમાં એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યા છે.

 

 

આ બધાની વચ્ચે ટાસ્ક દરમિયાન ઘરમાં કઈ એવું થયું જેમાં ઘરના બધા લોકો ગભરાઈ ગયા. જણાવી દઈએ કે ટાસ્કમાં થયેલી ધક્કા-મુક્કી દરમિયાન હિમાંશી ખુરાનાને ગંભીર ઈજા પહોંચે છે અને તે બેહોશ થઈ જાય છે. હાલમાં જ શૉનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ પ્રોમોમાં તમે જોઈ શકો છો કે વધારેથી વધારે પૈસા જમા કરવા માટે કન્ટેસ્ટન્ટના કનેક્શન બહુ જ ઝડપથી દોડી રહ્યા છે. તે સમય દરમિયાન વિકાસ ગુપ્તા હિમાંશી ખુરાના પર પડી જાય છે.
હિમાંશી ઈજાગ્રસ્ત થાય છે અને જમીન પર બેહોશ પડી જાય છે.

આ પણ જુઓ : Happy Birthday Jackie Shroff: એક સમયે આવા લાગતા હતા જૅકી શ્રોફ, જુઓ તસવીરો

હિમાંશીના બેહોશ થવા પર ટાસ્કને વચ્ચેથી રોકી દેવામાં આવે છે. બાદ આસિમ હિમાંશીને ઉચકીને કન્ફેશન રૂમમાં દોડી જાય છે અને ત્યા પ્રોમો પૂરો થઈ જાય છે. જોવાનું રહેશે કે હિમાંશી ખુરાનાને વધારે ઈજા તો નથી થઈ?

Bigg Boss 13 Salman Khan television news colors tv