Bigg Boss 13: બેડ શૅરિંગ કોન્સેપ્ટ થયો બંધ, જાણો તેની પાછળનું કારણ

09 October, 2019 05:06 PM IST  |  મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: બેડ શૅરિંગ કોન્સેપ્ટ થયો બંધ, જાણો તેની પાછળનું કારણ

સલમાન ખાનનો રિયાલિટી શૉ બિગ બૉસ 13 અનેક પરિવર્તનો સાથે આવ્યું છે. જેમાં સૌથી મોટો ફેરફાર બીએફએફનો કૉન્સેપ્ટ લાવવાનો હતો. બીએફએફ એટલો કે Bed friend Forever. આમાં છોકરા છોકરીઓને એક સાથે બેડ શૅર કરવાનો હતો. એક અઠવાડિયામાં જ આ કૉન્સેપ્ટ પર દર્શકોએ વાંધો ઉઠાવ્યો છે અને શૉ પર અશ્લીલતા પીરસવાના આરોપ લગાડવામાં આવ્યા.

અહીં સુધી કે સોશિયલ મીડિયા પર શૉને બંધ કરવાની માગ પણ થવા લાગી. ટ્વિટર પર #Boycott_BiggBoss ટ્રેન્ડ થવા લાગ્યું હતું. મંગળવારે ટેલિકાસ્ટ થયેલા શૉમાં બિગબૉસે આ કૉન્સેપ્ટને આ કહેતા બંધ કર્યું કે કોન્ટેસ્ટન્ટ એક બીજાને ઓળખી ગયા છે. તેથી આ કૉન્સેપ્ટ હવે પૂરું કરવામાં આવે છે. જો કે કેટલાક કોન્ટેસ્ટન્ટ હજી પણ સાથે સૂઈ રહ્યા છે.

મહત્વનું છે કે આ સમગ્ર મામલો કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે પ્રકાશ જાવડેકરને એક પત્ર મોકલીને કલર્સ ટીવી પર ચાલતાં શૉ 'બિગ બૉસ 13'ના પ્રસારણને તરત જ અટકાવવાની માગ કરી હતી. આ પત્રમાં 'બિગ બૉસ' પર અનેક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા.

બિગ બૉસમાં અશ્લીલતા વિરુદ્ધ મેરઠના લોકો પણ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. આના કારણે શૉના હોસ્ટ સલમાન ખાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે આ અરજીનો સ્વીકાર કરી લીધો હતો. હવે જ્યારે બિગબૉસે BFFનો કૉન્સેપ્ટ ખતમ કરી દીધો છે તો આ બાબતે કાર્યવાહી કરવાનો કોઇ અર્થ જ રહેતો નથી.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

અરજીકર્તા નૌચંદી ક્ષેત્રના રહેવાસી મહાસભાના અધ્યક્ષ અભિષેક સોમે કહ્યું હતું કે કલર્સ ટીવી પર બિગબૉસ કાર્યક્રમ પ્રસારિત થાય છે જેમાં અશ્લીલતા, અનૈતિકતાનો પ્રચાર આડેધડ થઈ રહ્યો છે. સાથે જ કહ્યું તે આ કાર્યક્રમને જોઈને દેશનો યુવાન સંસ્કારોથી દૂર થઈ રહ્યો છે. બિગ બૉસના BFFનો કોન્સેપ્ટ હટાવ્યા બાદ વિવાદ થોડો ઠંડો પડતો દેખાય છે.

Bigg Boss 13 bollywood television news entertaintment