અરહાનનો દાવો, રોડ પર હતી રશ્મિ દેસાઈ, અકાઉન્ટમાં ઝીરો બેલેન્સ

09 December, 2019 05:02 PM IST  |  Mumbai

અરહાનનો દાવો, રોડ પર હતી રશ્મિ દેસાઈ, અકાઉન્ટમાં ઝીરો બેલેન્સ

અરહાન ખાન અને રશ્મિ દેસાઈ

વીકેન્ડ કા વારમાં સલમાન ખાને અરહાન ખાનના લગ્ન અને બાળકથી જોડાયેલી વાતનો ખુલાસો કર્યો તે ન ફક્ત એની ગર્લફ્રેન્ડ રશ્મિ દેસાઈ માટે, પરંતુ દર્શકો માટે પણ ઘણું આશ્ચર્યજનક હતું. આ 'વીકેન્ડ કા વાર'માં સલમાન ખાને રશ્મિ દેસાઈને જણાવ્યું કે અરહાન ખાનના લગ્ન થઈ ગયા છે અને બાળક પણ છે. અરહાનના લગ્ન વિશે રશ્મિ જાણતી હતી, પરંતુ બાળક વિશે અજાણ હતી અને આ બાળકવાળી વાત સાંભળીને તે શૉક્ડ થઈ ગઈ હતી. અરહાને રશ્મિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે રશ્મિ ખરાબ રીતે તૂટી ગઈ અને બાદ સલમાન ખાન પોતે ઘરની અંદર ગયા અને બન્નેને સમજાવ્યા. પરંતુ હવે અરહાને રશ્મિને લઈને શૉના અંદર એક દાવો કર્યો છે.

 

અપકમિંગ એપિસોડનો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં અરહાન, શેફાલી બગ્ગાને રશ્મિ દેસાઈ વિશે બતાવી રહ્યો છે. અરહાન જણાવે છે કે જ્યારે રશ્મિ દેસાઈ એને મળી હતી ત્યારે એનું અકાઉન્ટ ઝીરો બેલેન્સ હતું, અરહાને વધુમાં એ પણ જણાવ્યું કે રશ્મિ દેસાઈને આગળ કેવી રીતે લાવ્યા છે તે જ જાણે છે. એટલું જ નહીં અરહાન, રશ્મિ માટે એવું પણ કહીં રહ્યા છે કે જ્યારે તે રશ્મિને મળ્યા હતા ત્યારે રશ્મિ રોડ પર હતી, તેઓ એનો હાથ પકડીને અહીંયા સુધી લાવ્યા છે.

અરહાનની વાતોને સીક્રેટ રૂમમાં દાખલ થયેલા સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબરા પણ સાંભળે છે. તેઓ એનો મજાક બનાવે છે. પારસ કહે છે ઘરના અંદર ગયા બાદ રશ્મિને આ બધુ જણાવશે.

આ પણ વાંચો : Star Screen Awards 2019 : જુઓ કોને મળ્યો કયો અવોર્ડ્સ

તમને જણાવી દઈએ કે અરહાનને લઈને હાલ એક સમાચાર આવ્યા હતા કે એણે રશ્મિના બેન્ક બેલેન્સનો દુરપયોગ કર્યો છે. પિંકવિલાની માહિતી અનુસાર રશ્મિ અરહાન પર વિશ્વાસ કરે છે અને બિગ-બૉસમાં એન્ટ્રી કરવા પહેલા એણે અરહાનને પોતાના બેન્ક અકાઉન્ટની ડિટેલ અને ઘરની પૂરી છૂટ આપી છે. સૂત્રના દાવા અનુસાર અરહાનને ઘરની બહાર રશ્મિના પૈસાનો દુરપયોગ કર્યો અને એની સેવિંગ્સ પણ ખર્ચ કરી દીધી. જ્યારે રશ્મિને બિગ-બોસના ઘરની અંદર રહેવાના કારણે આ વાતની જાણ નથી.

rashami desai television news Bigg Boss 13 Salman Khan tv show