બિગ બોસમાં અમીષા પટેલને જોઈ ચાહકોએ કહ્યું- સ્ત્રી કલ મત આના!

01 October, 2019 09:50 AM IST  |  મુંબઈ

બિગ બોસમાં અમીષા પટેલને જોઈ ચાહકોએ કહ્યું- સ્ત્રી કલ મત આના!

બિગ બોસના ઘરમાં અમીષા પટેલ

બિગ બૉસના ઈતિહાસમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે ઘરના માલિક બિગબૉસ નહીં પણ બીજું કોઈ નહીં પણ અમીષા પટેલ છે. જી હાં, આ સીઝનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઘરની માલકિન અમીષા પટેલને બનાવવામાં આવી છે. એટલે કે આ વખતે ઘરમાં ટાસ્ક બિગ બૉસ પરંતુ અમીષા પટેલ કરાવશે. જો કે તે આખી સિઝનમાં રહેશે તે વાતની જાણકારી હવે નથી મળી. પરંતુ પહેલા દિવસે તેમની એક ઝલક જોવા મળી.

સીઝનના પહેલા દિવસ એટલે કે સોમવારે અમીષાએ પોતાના ગીતના કહો ના પ્યાર હૈના ગીત સાથે એન્ટ્રી કરી. જે બાદ અમીષાએ ઘરના લોકો સાથે કેટલાક ટાસ્ક પણ કરાવ્યા. જેમાં ઘર માટે રાશન જમા કરાવવાનું ટાસ્ક અને છોકરાઓને શર્ટલેસ કરવાનો ટાસ્ક પણ હતો. તમામ કંટેસ્ટેંટે બંને ટાસ્ક પૂરી એનર્જીથી કર્યા, પરંતુ તો પણ ચાહકોને બિગબૉસની કમી લાગી રહી છે.

લોકોને અમીષાનું ઘરની માલકિન બનવું પસંદ નથી આવી રહ્યું. બિગ બૉસના ચાહકો સોશિયલ મીડિયા પર અમીષાના ટ્રોલ કરી રહ્યા છે અને બિગ બૉસને પૂછી રહ્યા છે કે તેમણે એવું કેમ કર્યું? સાથે જ ટ્રોલર્સનું કહેવું છે કે ન તો અમીષા ઘરની કંટેસ્ટંટ નથી કે ન તો હિટ એક્ટ્રેસ તો બિગ બૉસ એટલા પૈસા કેમ ખર્ચ કરી રહ્યા છે? ચાહકો ડિમાન્ડ કરી રહ્યા છે કે અમીષાને શોમાં ન બતાવવામાં આવે અને દરેક સીઝનની જેમ બિગ બૉસ ટાસ્ક કરાવે.



ameesha patel Bigg Boss Salman Khan