કોણ છે આ જોકર?

25 November, 2020 08:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોણ છે આ જોકર?

આસિફ શેખ

હીરો બનવાનું સપનું દરેકનું હોય, પણ વિલન બનવાનું ખ્વાબ ભાગ્યે જ કોઈ જુએ. આ સપનું ઍક્ટર આસિફ શેખે જોયું અને તે ડીસી યુનિવર્સનું વિશ્વવિખ્યાત કૅરૅક્ટર ‘જોકર’ બન્યો. બૅટમૅનનો જ નહીં, સમગ્ર સૃષ્ટિનો દુશ્મન એવો જોકર બનવા માટે તેણે ભારોભાર મહેનત કરી છે. આસિફ કહે છે, ‘આ શોમાં મેં અલગ-અલગ ૩૦૦થી વધારે ગેટઅપ કર્યા છે, પણ મારું આ કૅરૅક્ટર સૌથી વધારે અઘરું હતું.’ જોકર બનવા માટે આસિફે માત્ર ગેટઅપ જ નહોતો મેળવ્યો, પણ જોકર બનીને દુનિયાઆખીને ખુશ કરી દેનારા ઍક્ટર હીથ લેજરે એ કૅરૅક્ટર માટે જે મહેનત કરી હતી એ મહેનત પણ તેણે કરી હતી. આસિફ કહે છે, ‘એની ચાલવાની રીતભાત, બેસવાની, વાત કરવાની અને નિષ્ફિકર રીતે હસવાની જે સ્ટાઇલ છે એ વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટમાં બેજોડ છે. મેં તેના જેવા દેખાવાની અને તેના જેવા બનવાની કોશિશ કરી છે.’

જોકર બન્યા પછી આસિફનું શૂટિંગ પૂરું થઈ ગયું તો પણ તેણે ગેટઅપ નહોતો ઉતાર્યો. એ બધા વચ્ચે ફરતો અને કોઈ એકદમ શાંતચિત્તે બેઠું હોય તો અચાનક પાછળથી મોઢું આગળ લઈ આવીને પૂછતો, ‘વાય સો સિરિયસ?’

આસિફ કહે છે કે જો મને આમ જ રહેવાની પરમિશન મળે તો હું આખી લાઇફ આ જોકરના ગેટઅપમાં જ પસાર કરું.

entertainment news indian television television news tv show