હસવામાંથી ખસવું

23 September, 2020 07:04 PM IST  |  Mumbai | Rashmin Shah

હસવામાંથી ખસવું

‘ભાભીજી ઘર પર હૈ’નો સીન

ઍન્ડટીવીના શો ‘ભાભીજી ઘર પર હૈ’માં એક સાવ નવો જ વળાંક આવી રહ્યો છે. શોમાં છેલ્લા થોડા સમયથી વિભૂતિ દર વખતે ફસાઈ છે અને તિવારી તેને બધી તકલીફોમાંથી બહાર કાઢે છે. હવે તિવારીનો ઉપકાર વિભૂતિથી સહન નથી થતો એટલે તે ડ્રામા ઊભો કરે છે કે અંગૂરીભાભી કિડનૅપ થવાની છે અને તે બહાદુરી દેખાડીને અંગૂરીભાભીને બચાવી લે છે, પણ બને છે ઊલટું. અંગૂરીભાભી સાથે જ કિડનૅપ થાય છે અને એની સાથે વિભૂતિ પણ નવેસરથી ફસાય છે અને તેને પણ કિડનૅપ કરી લેવામાં આવે છે. વિભૂતિ બનતો આસિફ શેખ કહે છે, ‘આખી ઘટનાને હું જોઉં છું ત્યારે મને પોતાને પણ હસવું આવે છે. હું કહીશ કે વિભૂતિએ પગ પર કુહાડી નહીં, કુહાડી પર પગ માર્યો છે. એ અંદર ને અંદર અટવાતો જાય છે અને એ પછી પણ પોતાની ટંગડી ઊંચી રાખવાનું છોડતો નથી, જેને લીધે હજી વધારે ફસાય છે.’ તિવારીનો ઉપકાર ભુલાવવા માત્ર કિડનૅપ એક જ નહીં, વિભૂતિ અનેક રસ્તાઓ વાપરે છે અને બધા જ રસ્તામાં તેનો દાવ ઊંધો પડે છે.

entertainment news television news indian television Rashmin Shah