Beyhadh 2 First Look: નફરતની દરેક હદ પાર કરશે માયા, જુઓ જનૂની અવતાર

01 October, 2019 04:26 PM IST  |  મુંબઈ

Beyhadh 2 First Look: નફરતની દરેક હદ પાર કરશે માયા, જુઓ જનૂની અવતાર

બેહદમાં માયાનો કિરદાર....

સોની ટીવીના જાણીતા શો બેહદની જલ્દી જ બીજી સીઝન શરૂ થવા જઈ રહ્યો છે. આ સીઝનમાં માયા પોતાની બેહદ નફરત બતાવશે. ચાહકોની રાહનો અંત આવી ગયો છે કારણ કે બેહદ 2નો પહેલો લૂક સામે આવી ગયો છે.

આ ફર્સ્ટ લૂકમાં માયાનો નફરત ભર્યો કિરદાર જોવા મળી રહ્યો છે. ફર્સ્ટ લૂકના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પહેલા જેવું જ છે. ગઈ સીઝનમાં માયાના પ્રેમની હદ જોવા મળી હતી પરંતુ આ વખતે તેની નફરતની હદ જોવા મળશે.


બેહદ 2નો ફર્સ્ટ લૂક લાઈવ વીડિયોમાં શેર કરવામાં આવ્યો છે જેમાં માયા એટલે કે જેનિફર વિંગેટે પોતાના ચાહકોના તમામ સવાલોના જવાબ આપ્યા. જેનિફેર આ સીરિયલ વિશે વાત કરતા જણાવ્યું છે કે ગઈ સીઝનમાં માયા માત્ર લોકો પર માહોલ અનુસાર રીએક્ટ કરતી હતી, પરંતુ આ વખતે માટે એક એજન્ડા લઈને આવી છે, જેને તે કોઈપણ હદમાં પુરું કરવાની છે.

પોતાની ભૂમિકા વિશે જણાવતા જેનિફરે કહ્યું કે ગયા સીઝનમાં અમે બધા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, માયા કોણ છે, પરંતુ આ વખતે તે બેહદ પ્રેમથી બેહદ નફરત તરફ વધી રહી છે, અને તેના રસ્તામાં જે આવશે તેને ભગવાન જ બચાવશે.

જેનિફરે જણાવ્યું કે તેમણે અત્યાર સુધીમાં અનેક કિરદાર નિભાવ્યા છે પરંતુ માયાનો કિરદાર તેના દિલની નજીક છે, કારણ કે મને ક્રેઝી સાઈકો યુવતીનો કિરદાર નિભાવવાનું પસંદ છે.

આ પણ જુઓઃ આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

તમને જણાવી દઈએ કે બેહદ 2 કૌન બનેગા કરોડપતિને રિપ્લેસ કરશે. શોના ઓન એર થવાનો ટાઈમ હજી નક્કી નથી કરવામાં આવ્યો. જેનિફર સાથે શોમાં શિવિન નારંગ પણ જોવા મળશે.

jennifer winget tv show