'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં વધુ એક કલાકાર શોને અલવિદા કહેશે

22 November, 2019 04:20 PM IST  |  Mumbai

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં વધુ એક કલાકાર શોને અલવિદા કહેશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (File Photo)

તારક મહેતા સીરિયલમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકારો છોડીને જઇ રહ્યા છે. શો છોડવાની શરૂઆત ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીથી થઇ હતી. ત્યાર બાદ એક પછી એક કલાકારો કોઇને કોઇ કારણોથી શો છોડીને જઇ રહ્યા છે. હાલ દયા ભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લા 2 વર્ષથી મેટરનીટી લીવ પર છે અને હવે તેને શોમાં પરત લાવવા માટે પ્રોડ્યુસર તમામ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ દિશા વાકાણીના પતિએ કરેલી માંગણીઓ પુરા ન થતાં હજુ સુધી દિશા વાકાણીની શોમાં એન્ટ્રી હજુ અધ્ધરતાલ છે. ત્યારે વધુ એક કલાકાર શોને અલવિદા કહી રહ્યું છે.


છેલ્લા 11 વર્ષથી દેશના દરેક ઘરમા લોકપ્રીય રહેનાર તારક મહેતા શોમાં સૌથી પહેલા ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી, સોનું ઉર્ફે નિધિ ભાનુશાળી શોને છોડીને જતા રહ્યા હતા. તો ત્યાર બાદ દિશા વાકાણી છેલ્લા 2 વર્ષથી શોથી બહાર છે. પણ હવે શોમાં ઘણા લોકોની લોકપ્રિય એવી બાઘા બોયની પ્રેમીકા બાવરી એટલે કે મોનીકા ભદોરિયા શોને અલવિદા કહી રહી છે.




બાવરી ઉર્ફે મોનિકાએ શો છોડવાની વાતનો સ્વીકાર કર્યો
મોનિકા ભદોરિયા શોમાં બાવરીનો રોલ પ્લે કરતી હતી. મોનિકાએ પોતાની ફી વધારવાની ડિમાન્ડ કરી હતી. જોકે, લાંબી ચર્ચા-વિચારણા બાદ પણ મોનિકાની ફીમાં વધારો ના થયો તો તેણે આ શો છોડવાની નિર્ણય કર્યો હતો. મુંબઇમાં મોનિકા ભદોરિયાએ વેબસાઈટ Spotboye.com સાથેની વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો.

આ પણ જુઓ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 11 વર્ષ નિમિત્તે 'બબિતાજી'એ શૅર કર્યા આ ફોટોઝ

શોમાં કમબેક કરવામાં વાંધો નથી

મોનિકા ભદોરિયાએ તારક મહેતા શોમાં પોતાની જર્ની વિશે કહ્યું કે શો તથા કેરેક્ટર તેના દિલની નજીક છે. તે સારા પે-સ્કેલની આશા રાખે છે પરંતુ તેઓ આ અંગે સહમત થયા નહીં. ખરી રીતે તો જો તેણે જેટલાં પે-સ્કેલની ડિમાન્ડ કરી છે, તેટલો પે-સ્કેલ આપવામાં આવે તો તેને આ શોમાં પરત ફરવામાં કોઈ જ વાંધો નથી. જોકે, તેને નથી લાગતું કે તેઓ તેની આ વાત માનશે. હવે તે આ શોનો હિસ્સો નથી. મોનિકાએ 20 ઓક્ટોબરે લાસ્ટ એપિસોડ શૂટ કર્યો હતો

આ પણ જુઓ : તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો

બાવરી ચાહકોમાં ઘણી લોકપ્રિય હતી

બાવરીનું પાત્ર ઘણું જ મનોરંજક હતું. તારક મહેતા શોમાં ‘હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ નો ડાયલોક લોકોમાં ઘણો લોકપ્રિય હતો.તો જેઠાલાલના વિવિધ નામો પાડવાની વાત દર્શકોને ઘણી હસાવતી હતી. બાવરી અને બાઘાનો રોમાન્સ પણ ચાહકોને ગમતો હતો. મોનિકાએ આ શોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

indian television television news taarak mehta ka ooltah chashmah