ખબર છે, રુષિના છે રેપર?

09 October, 2020 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખબર છે, રુષિના છે રેપર?

રુષિના કંધારી

‘ઉતરન’, ‘રિશ્તોં સે બડી પ્રથા’, ‘લૌટ આઓ ત્રિશા’ જેવી અનેક સિરિયલ, ‘એક વિલન’, ‘સાહબ, બીવી ઔર ગૅન્ગસ્ટર’ જેવી સુપરહિટ ફિલ્મો કરી ચૂકેલી અને અત્યારે દંગલ ચૅનલના શો ‘અય મેરે હમસફર’માં ઇમરતી કોઠારીનું કૅરૅક્ટર કરતી રુષિના કંધારીની એક વાત મોટા ભાગના કોઈ જાણતા નથી. રુષિના પોતે એક રેપર છે અને તેણે અઢળક રેપ સૉન્ગ્સ લખ્યાં પણ છે અને ગાયાં પણ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે રુષિનાએ લખેલા રેપ સૉન્ગ્સના વિડિયો પણ રિલીઝ થઈ ચૂક્યા છે. રુષિના કહે છે, ‘રેપ સૉન્ગ ક્યારેય ઇરાદાપૂર્વક લખી નથી શકાતાં, એ આપોઆપ તમારી અંદર આવે. મને પણ એવું જ થાય છે અને હું પણ એવી જ રીતે લખું છું.’

રુષિનાના રેપ સૉન્ગ્સના એક આલબમની નવેસરથી તૈયારી પણ શરૂ થઈ છે. રુષિના સિરિયલના સેટ પર પણ રેપ સૉન્ગ્સ તૈયાર કરતી હોય છે અને તેણે તો ‘અય મેરે હમસફર’નું પણ એક રેપ સૉન્ગ તૈયાર કર્યું છે, જેનો આવતા સમયમાં કદાચ સિરિયલના પ્રોમો તરીકે ઉપયોગ પણ કરવામાં આવે.

entertainment news television news indian television tv show Rashmin Shah