Bigg Boss 13: આરતી સિંહ બની બિગ બૉસની પહેલી કેપ્ટન, મળ્યો આ લક્ઝરી રૂમ

04 November, 2019 10:17 AM IST  |  મુંબઈ

Bigg Boss 13: આરતી સિંહ બની બિગ બૉસની પહેલી કેપ્ટન, મળ્યો આ લક્ઝરી રૂમ

આરતી સિંહ બની નવી કેપ્ટન

ટીવી રિઆલિટી શો બિગ બૉસ 13માં ગયા અઠવાડિયે અનેક લોકોએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. સાથે જ દેવોલીના, રશ્મિ દેસાઈ અને શેફાલી બગ્ગા ઘરથી બેઘર થઈ ગયા છે. તમામ નવા સભ્યોના આવ્યા બાદ બિગ બૉસે એક નવા ટ્વિસ્ટ સાથે ઘરના નવા કેપ્ટનની વરણી કરી છે.

બિગ બૉસ હાઉસમાં શેફાલી પૂનાવાલા, હિન્દુસ્તાની ભાઉ, તહસની પૂનાવાલા, અરહાન ખાન અને હિમાંશી ખુરાનાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. બિગ બૉસે તમામ સભ્યોના આવવા પર કહ્યું કે તમામ ઘરના લોકો એક એવા સભ્યનું નામ લે જેને તે આ ઘરમાં જોઈને ખુશ નથી.

તમામ ઘરના સભ્યોએ એક એક કરીને નામ જણાવવાના શરૂ કરી દીધા. અનેક લોકોએ જ્યાં માહિરાને ટૉપ 6માં રહેવાને લાયક ન બતાવ્યો તો ચાર લોકો આરતી સિંહને ગેમમાં રહેવાને લાયક નથી ગણાવી. તમામ લોકોનું કહેવું છે કે બેઘર થઈ ચુકેલી રશ્મિ અને દેવોલીના આરતી કરતા વધારે લાયક હતા. બાદમાં બિગ બૉસે ટ્વિસ્ટનો ખુલાસો કરતા કહ્યું કે આ પ્રક્રિયા ઘરના નવા કેપ્ટનને નૉમિનેટ કરવાની હતી. જેમાં વધારે વોટ મેળવીને આરતી ઘરની પહેલી કેપ્ટન બની ચુકી છે.

આરતી સિંહને કેપ્ટન હોવાના નાતે તેને ખાસ અધિકાર આપવામાં આવ્યા છે. તેમના માટે બેડરૂમમાં એક શાનદાર કેપ્ટન રૂમનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જ્યાં આરતીની અનુમતિ વગર કોઈ નહીં આવી શકે. આરતી સાથે જ આગામી અઠવાડિયે થનારા નૉમિનેશનમાં તે સુરક્ષિત છે. સાથે જ તેને વધુ કેટલાક અધિકારો પણ આપવામાં આવશે.

આ પણ જુઓઃ Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

તેમને જણાવી દઈએ કે જ્યાં કેપ્ટનને અનેક અધિકારો પણ મળે છે તો તેના પર અનેક જવાબદારીઓ પણ હોય છે. ઘરના લોકોને હવે આરતી સિંહ કામની વહેંચણી કરશે સાથે જ તે ઘરના લોકોને પણ સજા પણ આપી શકે છે.

Bigg Boss Salman Khan