એક્સક્યુઝ મી મૅડમમાં અર્શદ?

12 August, 2020 12:31 PM IST  |  Mumbai | Rashmin Shah

એક્સક્યુઝ મી મૅડમમાં અર્શદ?

અર્શદ વારસી

સ્ટાર ભારત હવે જ્યારે બદલાઈ રહ્યું છે ત્યારે ચૅનલના સુપરહિટ શો ‘મે આઇ કમ ઇન મૅડમ?’ની સેકન્ડ સીઝનનું પ્લાનિંગ થયું છે. આ સેકન્ડ સીઝનમાં લેડી બૉસના એકપક્ષી પ્રેમમાં પાગલ હોય એવા એમ્પ્લૉઈના કૅરૅક્ટર માટે અર્શદ વારસીનો કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો છે અને અર્શદે આ કૅરૅક્ટર કરવા માટે ઇન્ટરેસ્ટ પણ દેખાડ્યો છે. હવે પ્રોડક્શન-હાઉસ અને ઍક્ટરની શરતો એકબીજાને અનુકૂળ આવશે તો ચોક્કસ અર્શદ આ શોમાં તમને જોવા મળશે.

‘મે આઇ કમ ઇન મૅડમ?’માં પતિ, પત્ની અને લેડી બૉસની કથા હતી. આ વખતે આ સેકન્ડ સીઝનને થોડી વધારે કૉમિક બનાવવાના હેતુથી જ અર્શદ વારસીને લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અર્શદ વારસીએ અગાઉ ટીવી-શો કર્યા છે, પણ છેલ્લા દોઢ દસકાથી તેણે ટીવી-ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. કોવિડ-19 વચ્ચે ટીવી-ઇન્ડસ્ટ્રી વધારે ઊભરશે એવી શક્યતા જોતાં અર્શદે આ શો માટે પ્રારંભિક રીતે હા પાડી છે.

entertainment news television news indian television arshad warsi