મિલે જબ હમ તુમની બીજી સીઝન વેબ-સિરીઝ તરીકે બનવી જોઈએ: અર્જુન બિજલાની

06 October, 2020 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિલે જબ હમ તુમની બીજી સીઝન વેબ-સિરીઝ તરીકે બનવી જોઈએ: અર્જુન બિજલાની

અર્જુન બિજલાની

અર્જુન બિજલાનીનું કહેવું છે કે ‘મિલે જબ હમ તુમ’ની બીજી સીઝન આવવી જોઈએ અને એ પણ વેબ-સિરીઝ તરીકે બનવી જોઈએ. 2008-2010 દરમ્યાન આ શો ઑન-ઍર હતો. શોમાં અર્જુનની સાથે રતિ પાન્ડે, મોહિત સહગલ અને સનાયા ઈરાની પણ જોવા મળ્યાં હતાં. ચાર ફ્રેન્ડ્સની લાઇફ પર સ્ટોરી દેખાડવામાં આવી હતી. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘એ જાણવું અદ્ભુત રહેશે કે એ ચાર કૅરૅક્ટર્સ 15 વર્ષ બાદ શું કરી રહ્યાં છે. તેઓ કૉલેજમાં મળ્યાં હતાં, પ્રેમમાં પડ્યાં હતાં. જોકે ત્યાર બાદ તેઓ પોતાની લાઇફમાં કેટલાં આગળ નીકળી ગયાં એ જાણવું અગત્યનું રહેશે. આને ખૂબ જ નાની અને સચોટ બનાવવી જોઈએ. લોકો પોતાનાં ફેવરિટ કૅરૅક્ટર્સને ફરીથી સાકાર થતાં જુએ, પરંતુ લાંબા શોમાં નહીં. આ થોડા જ એપિસોડ્સની વેબ-સિરીઝ બનવી જોઈએ.’

entertainment news indian television television news tv show arjun bijlani