ઇન્ડિયાવાલી માંમાં કેસરબાનું પાત્ર ભજવીને ખુશ છે અપરા મહેતા

26 November, 2020 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયાવાલી માંમાં કેસરબાનું પાત્ર ભજવીને ખુશ છે અપરા મહેતા

અપરા મહેતા

‘ઇન્ડિયાવાલી માં’માં અપરા મહેતા કેસરબાનો રોલ ભજવતી જોવા મળશે. સોની પર આવતા આ શોમાં તેમનું કેસરબાનું પાત્ર ગુજરાતનું છે. શોમાં કાકુનો રોલ સુચિતા ત્રિવેદી ભજવી રહી છે જે કેસરબા સાથે મળીને રોહન અને ચીનુ વચ્ચેના પ્રેમને પાછો જગાડવાનો પ્રયાસ કરે છે. બન્ને એકબીજા સાથે વધુ સમય પસાર કરી શકે એ માટે એવી સ્થિતિનું પણ નિર્માણ કરવામાં આવે છે. શોમાં જોડાવાની ખુશી વ્યક્ત કરતાં અપરા મહેતાએ કહ્યું હતું કે ‘હું આ અદ્ભુત શોમાં જોડાવાથી ખૂબ ખુશ છું. કોરોનાના પ્રકોપ બાદ હું પહેલી વખત સેટ પર પાછી ફરી છું. શરૂઆતમાં ખૂબ સારું લાગી રહ્યું છે. શોની પૂરી ટીમ પહેલા દિવસથી જ મારું ખાસ ધ્યાન રાખી રહી છે. સુચિતા, અક્ષય, શીન બધાએ ખૂબ જ ઉમળકાભેર મારું સ્વાગત કર્યું હતું. એવું લાગતું હતું જાણે કે હું ‘ઇન્ડિયાવાલી માં’માં પહેલેથી જ કામ કરી રહી છું. એ કહેવાની જરૂર નથી કે હું આ શો પહેલેથી જોતી આવી છું. માફી આપવી કેટલી જરૂરી છે સાથે જ નુકસાનની ભરપાઈનો કોઈ સમય નથી હોતો, શોમાં અનેક અગત્યના મુદ્દાઓને ખૂબ જ સરસ રીતે દેખાડવામાં આવ્યા છે. શો લોકોને જોડી રહ્યો છે. શોના વર્તમાન ટ્રૅકની વાત કરું તો મારું કૅરૅક્ટર લોકોને હસાવશે અને સાથે જ સુચિતાના પાત્રની સાથે મળીને પ્રેમ કરનારાઓને મળાવશે. ‘ઇન્ડિયાવાલી માં’ની માસી આવી રહી છે.’

entertainment news indian television television news tv show Apara Mehta sony entertainment television