‘ખતરોં કે ખિલાડી 13’માં સ્ટન્ટ્સ કરવા તૈયાર થઈ ગઈ છે અંજુમ અને રુહી

21 April, 2023 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શો વિશે અંજુમે કહ્યું કે ‘મારા માટે ‘ખતરોં કે ખિલાડી 13’માં જોડાવું એક્સાઇટિંગ રહેશે અને હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે અને પહેલી વખત રિયલિટી શો દ્વારા નવું એક્સપ્લોર કરવા માટે ઉત્સુક છું.

અંજુમ ફકીહ અને રુહી ચતુર્વેદી

કલર્સ પર શરૂ થનાર ‘ખતરોં કે ખિલાડી 13’માં હવે અંજુમ ફકીહ અને રુહી ચતુર્વેદી પણ દેખાવાની છે. તેઓ આ શોની ચૅલેન્જ સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. આ શો દ્વારા તેમના ડર પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલમાં જ શિવ ઠાકરેનું નામ કન્ફર્મ થયું છે. હવે આ બે લેડીઝનાં નામ પર પણ મહોર લાગી ગઈ છે. શો વિશે અંજુમે કહ્યું કે ‘મારા માટે ‘ખતરોં કે ખિલાડી 13’માં જોડાવું એક્સાઇટિંગ રહેશે અને હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે અને પહેલી વખત રિયલિટી શો દ્વારા નવું એક્સપ્લોર કરવા માટે ઉત્સુક છું. એક ઍક્ટર તરીકે બેસ્ટ પર્ફોર્મન્સ આપવા માટે હું હંમેશાંથી મારી જાતને આગળ ધકેલું છું. હવે આ વખતે હું મારી ફિઝિકલ અને મેન્ટલ ક્ષમતાને ચકાસવા માટે આતુર છું. શોમાં પડકાર તો આક્રમક રહેશે. હું જાણું છું કે સરળ નહીં હોય, પરંતુ મને પોતાની સ્ટ્રેંગ્થ પર ભરોસો છે અને જીતવા માટે હું સખત મહેનત કરીશ. હું મારા ડરનો સામનો કરવા માટે તૈયાર છું. આગળ વધવા માટે અને મારા ફેલો કન્ટેસ્ટન્ટ્સ પાસેથી નવું શીખવાની તક મેળવવા માટે સજ્જ છું.’

તો બીજી તરફ રુહીએ કહ્યું કે ‘હું હંમેશાંથી સાહસિક સ્પોર્ટ્સની ફૅન રહી છું. જોકે મારા ડરને કારણે મને કદી પણ એ કરવાની તક નથી મળી. મને જ્યારે ‘ખતરોં કે ખિલાડી 13’માં આવવાની ઑફર કરવામાં આવી તો હું જાણતી હતી કે મારે એ સ્વીકારવી જોઈએ. શોમાં આપવામાં આવતી ચૅલન્જ તનાવથી ભરેલી રહેશે. ટાસ્ક કેટલો અઘરો રહેશે એનાથી કોઈ ફરક નથી પડતો. એને મારા માટે અને દર્શકો માટે યાદગાર બનાવવા માટે હું એમાં પૂરી લગનથી ઊંડી ઊતરી જઈશ.’

entertainment news khatron ke khiladi colors tv television news indian television