અનીતા હસનંદાનીએ દીકરાનું નામ રાખ્યું આરવ

21 February, 2021 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનીતા હસનંદાનીએ દીકરાનું નામ રાખ્યું આરવ

અનીતા હસનંદાનીએ દીકરાનું નામ આરવ રાખ્યું છે. અનીતા અને રોહિત રેડ્ડી ૯ ફેબ્રુઆરીએ પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરાના જન્મ બાદ ફૅમિલી અને ફ્રેન્ડ્સે તેમના પર શુભેચ્છાની વર્ષા કરી હતી. જોકે આ બન્નેએ નામની જાહેરાત નથી કરી, પરંતુ કૉમેડિયન ભારતી સિંહે ઇન્સ્ટાસ્ટોરી પર એક ઇમેજ શૅર કરી છે અને એના પર લખ્યું હતું, ‘નવા ફ્રેન્ડની રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી લીધી છે. આરવ રેડ્ડી.’

entertainment news indian television television news anita hassanandani