અમ્મા કે બાબુ કી બેબી

08 January, 2021 06:26 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

અમ્મા કે બાબુ કી બેબી

અમ્મા કે બાબુ કી બેબી

જેમ કાર્તિક આર્યનની ફિલ્મ ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ના ટાઇટલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું એમ ટેલિવિઝન પર આવનારા દિવસોમાં લૉન્ચ થવાની સિરિયલ ‘અમ્મા કે બાબુ કી બેબી’ એના ટાઇટલને કારણે ચર્ચામાં છે. સ્ટાર ભારત પર શરૂ થનારા આ ટીવી-શોમાં ત્રણ અનોખાં પાત્રોની વાર્તા છે જે શીર્ષક પરથી સમજી શકાય છે. શોના મેકર્સનો હેતુ દર્શકોને ડ્રામૅટિક જર્ની પર લઈ જવાનો છે. ‘અમ્મા કે બાબુ કી બેબી’ માં ‘બાલ બ્રહ્મચારી’ બાબુની વાત છે જે આદર્શ પુત્ર છે અને હંમેશાં પોતાની માતાનું કહ્યું માને છે. બાબુ કુસ્તીના દાવથી હંમેશાં તેમને ગૌરવ અપાવે છે. જોકે બીજી તરફ બાબુની જિંદગીમાં ‘બેબી’ની એન્ટ્રી થાય છે. આ બેબી શહેરની હોય છે અને બાબુને ગામડાવાળો અને અશિક્ષિત સમજે છે.
બાબુ અને બેબી તરીકે કરણ ખન્ના (‘દિવ્યા દૃષ્ટિ’ ફેમ) અને ગૌરી અગ્રવાલ (‘યે જાદૂ હૈ જીન કા’ ફેમ) જોવા મળશે તો હિન્દી ફિલ્મો અને ટીવી-સિરિયલો માટે જાણીતાં વિભા છિબ્બર અમ્મા તરીકે જોવા મળશે. આ ઉપરાંત ‘રૂપ’ ફેમ સુમતિ સિંહ બાબુની બહેન કોમલનો રોલ કરવાની છે.

entertainment news television news indian television