અમિતાભ ભટ્ટાચાર્યએ કારની પાછળની સીટ પર બેસીને અય દિલ હૈ મુશ્કિલ લખ્યું

04 September, 2020 07:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ ભટ્ટાચાર્યએ કારની પાછળની સીટ પર બેસીને અય દિલ હૈ મુશ્કિલ લખ્યું

‘ધ કપિલ શર્મા શો’માં અમિતાભ ભટ્ટાચાર્ય, સ્વાનંદ કિરકિરે અને મનોજ મુન્તશિર

અમિતાભ ભટ્ટાચાર્યનું કહેવું છે કે તેમણે કારની પાછળની સીટ પર બેસીને ‘અય દિલ હૈ મુશ્કિલ’ સોન્ગ લખ્યું હતું. કરણ જોહરની આ ફિલ્મનું ટાઇટલ સૉન્ગ ખૂબ જ ફેમસ થયું હતું અને એનું સંગીત પ્રીતમે આપ્યું હતું. ‘ધ કપિલ શર્મા શો’માં આ અઠવાડિયે અમિતાભ ભટ્ટાચાર્ય, સ્વાનંદ કિરકિરે અને મનોજ મુન્તશિર જોવા મળશે. અમિતાભ ભટ્ટાચાર્ય બૉલીવુડમાં સિંગર બનવા આવ્યા હતા, પરંતુ તેઓ ગીતકાર બની ગયા હતા. જોકે તેમની ટૅલન્ટને આવકારવામાં પણ આવી હતી. ગીત વિશે અમિતાભ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ‘પ્રીતમદા સાથે એવું છે કે સાંજે છ વાગ્યે મીટિંગ હોય તો તેઓ પાંચ વાગ્યે પણ ધૂન આપી દે છે. અમારી ધર્મા સાથે મીટિંગ હતી. હું પ્રીતમદાની સાથે સવારથી કૉન્ટૅક્ટમાં હતો કે દાદા કોઈ તો ધૂન આપો, હું થોડાઘણા શબ્દો તો લખી લઉં. આપણે પ્રેઝન્ટેશન આપવાનું છે. છેલ્લી મિનિટ સુધી તેમણે હું એના પર કામ કરી રહ્યો છું, વિચારી રહ્યો છું એવું કહે રાખ્યું હતું. અમે જ્યારે મીટિંગ માટે ગયા ત્યારે અમે કારમાં બેઠા ત્યારે તેમણે ધૂન આપી હતી. આ ફિલ્મનું ટાઇટલ સૉન્ગ હતું અને મને એ વિશે તમામ માહિતી આપવામાં આવી. ઓશિવરાથી લઈને ખાર સુધી પ્રીતમની કારમાં પાછળ બેસીને ગીતના બોલ લખ્યા હતા અને નસીબની વાત છે કે એને જે રીતે લખ્યા હતા એ જ રીતે અપ્રૂવ પણ થઈ ગયા હતા.’

entertainment news indian television television news the kapil sharma show