06 September, 2023 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ચાંદ પર ‘કૌન બનેગા કરોડપતિ?’ રમવા માગે છે. ઇલૉન મસ્ક ટ્વિટરનો માલિક છે. તેણે હાલમાં જ ટ્વિટરને રીબ્રૅન્ડ કરીને એને એક્સ નામ આપ્યું હતું. આ વિશે ‘કૌન બનેગા કરોડપતિ?’માં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા પ્લૅટફૉર્મે પોતાને રીબ્રૅન્ડ કરીને એક્સનો લોગો અપનાવ્યો છે? ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને રેડિટ એમ ચાર ઑપ્શન આપવામાં આવ્યા હતા. આ સવાલો જવાબ ટ્વિટર છે. આ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘x.com હવે સીધું ટ્વિટર પર લઈ જાય છે. ૨૦૨૨માં ઇલૉન મસ્કે ટ્વિટરને ખરીદી લીધું હતું. ત્યાર બાદ એને એક્સના લોગો સાથે રીબ્રૅન્ડ કર્યું હતું. ઇલૉન મસ્ક અદ્ભુત માણસ છે. તે હંમેશાં ઇન્વેન્ટ કરવામાં માને છે. તેણે હવે નક્કી કર્યું છે કે તેનું આગામી ઇન્વેન્શન સ્પેસમાં હશે. આપણે ત્યાં રહી શકીશું એવું તેનું માનવું છે. આપણે જે રીતે વિકાસ કરી રહ્યા છીએ એ રીતે લાગે છે કે ત્યાં જવું શક્ય છે. જો આ એક દિવસ સાચું રહ્યું તો હું એવી ઇચ્છા રાખું કે તું ત્યાં આવીને ચાંદ પર કૌન બનેગા કરોડપતિ રમે.’