કૌન બનેગા કરોડપતિ સીઝન 12નો પ્રોમો ઘરમાં શૂટ કર્યો અમિતાભે

04 May, 2020 08:21 PM IST  |  Mumbai Desk | Agencies

કૌન બનેગા કરોડપતિ સીઝન 12નો પ્રોમો ઘરમાં શૂટ કર્યો અમિતાભે

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

અમિતાભ બચ્ચને હાલમાં જ લૉકડાઉનને કારણે પોતાના ઘરમાં જ રહીને ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 12નો પ્રોમો શૂટ કર્યો હતો. પ્રોમોનો વિડિયો અમિતાભ બચ્ચને ટ્વિટર પર શૅર કર્યો હતો. પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે ‘દરેક વસ્તુને બ્રેક લાગી શકે છે. નુક્કડની ચા, ચા પર થનારી હેલો-હાય, રસ્તા પર ટ્રિપલ સીટની સવારીને. દરેક વસ્તુ થંભી શકે છે. અડધી રાતે ફરવું, શૉપિંગ મૉલવાળા પ્રેમને, સવારની સ્કૂલને, રસ્તા પરની ધૂળને, ઘડિયાળની ટિકટિકને, ટ્રેનના હાહાકારને, ધડકનની રફતારને, દરેક વસ્તુને બ્રેક લાગી શકે છે. જોકે એક વસ્તુ છે જેને કદી પણ બ્રેક ન લાગી શકે અને એ છે આપણાં સપનાઓને. આ જ સપનાઓને ઉડાન આપવા માટે ફરી આવી રહ્યા છે મારા સવાલો અને તમારું કેબીસી રજિસ્ટ્રેશન 9 મેએ રાતે 9 વાગ્યાથી માત્ર સોની પર.’

kaun banega crorepati amitabh bachchan television news entertainment news