12 September, 2019 02:05 PM IST | મુંબઈ
‘અલ્લાદીન: નામ તો સુના હોગા’
સોની સબ પર આવતી ‘અલ્લાદીન : નામ તો સુના હોગા’માં અલ્લાદીનનો ઘોસ્ટ તેના દુશ્મન ઝફરના ષડયંત્રને જગજાહેર કરશે. અગાઉ પણ તે ઝફરને મૃત્યુને ઘાટ પહોંચતા ચૂકી ગયો હતો. જીની મીનીએ ગિનૂને તેની સાથે થોડો સમય પસાર કરવા માટે કહ્યું છે. ઝફરને ડરાવવા માટે અલીના આ જીનીઓ એક ચોકટું ગોઠવશે. તેઓ ઝફરની સામે લોડીથી લથપથ હાથ વાળા ઘોસ્ટના કિંગને ઊભો કરશે. આથી ઝફર તેની માનસિકતા ગુમાવશે અને અલી અને યાસમીનની સાથે કબૂલી લેશે કે તેણે જ કિંગનું ખૂન કર્યું હોય છે.
આ પણ વાંચો : શાંતનુ માહેશ્વરી અને રવીના ટંડન વચ્ચે કેમ થઈ બોલાચાલી?
ઝફરને બગદાદની ભરી બજારમાં અલાદ્દીનના ભૂતનો એક લૅટર મળે છે, જેમાં લખ્યું હોય છે કે તેના કારસ્તાનને તે બધાની સામે લાવીને છોડશે. યાસ્મીનને વિશ્વાસ નથી હોતો કો અલ્લાદીનનું ભૂત છે અને તે એથી તે અલીને સાથે બજારમાં લઈ જાય છે.