30 June, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાંક્ષા ચમોલા
છૂટાછેડાના ખુલાસા બાદ આકાંક્ષા ચમોલાનાં કેટલાંક જૂનાં નિવેદનો ફરી ચર્ચામાં આવ્યાં છે. આ નિવેદનોમાં તેણે લગ્નજીવનમાં શારીરિક સંતોષના મહત્ત્વ અને છૂટાછેડાના કાયદા વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
થોડા મહિના પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આકાંક્ષાને પૂછવામાં આવ્યું હતું કે જો કોઈ મહિલાને લગ્નજીવનમાં શારીરિક સંતોષ ન મળતો હોય તો શું તેને પતિથી અલગ થવાનો અધિકાર હોવો જોઈએ? એના જવાબમાં આકાંક્ષાએ નિખાલસપણે કહ્યું હતું કે ‘શારીરિક રીતે અસંતોષ હોવો ચોક્કસપણે છૂટાછેડાનું એક મજબૂત કારણ બની શકે છે. જો કોઈ મહિલા પોતાના લગ્નજીવનમાં ખુશ અથવા સંતોષી ન હોય તો એની સીધી અસર તેના સંબંધ પર પડે છે. જોકે આપણા સમાજમાં આજે પણ આવા વિષયો પર ખુલ્લેઆમ વાત કરવાનું ટાળવામાં આવે છે.’
એક અન્ય ઇન્ટરવ્યુમાં આકાંક્ષાએ પતિ ગૌરવ ખન્ના વિશે હળવા અંદાજમાં વાત કરી હતી. તેણે હસતાં કહ્યું હતું કે ‘દુનિયાની દરેક પત્નીને પોતાના પતિમાં કોઈ ને કોઈ ખામી કે બુરાઈ જરૂર દેખાય છે, પછી ભલે તે પતિ ગૌરવ ખન્ના જેવો જ કેમ ન હોય.’
આકાંક્ષાનાં આ જૂનાં નિવેદનોને હવે ફૅન્સ તેની વર્તમાન પરિસ્થિતિ સાથે જોડીને જોઈ રહ્યા છે.