ટેલીવિઝન એક્ટ્રેસ સોનાલી ચક્રવર્તીનું નિધન, લાંબા સમયથી હતાં બીમાર

31 October, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનાલી ચક્રવર્તી લોકપ્રિય બંગાળી એક્ટ્રેસ હતાં, અનેક દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ રહ્યાં બાદ 31 ઑક્ટોબરના તેમણે અંતિમ શ્વાસ લીધાં.

પ્રતીકાત્મક તસવીર

ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સોનાલી ચક્રવર્તીનું (Sonali Chakraborty Died) નિધન થઈ ગયું છે. સોનાલી ચક્રવર્તી છેલ્લા કેટલાય દિવસોથી બીમાર હતાં અને કોલકાતાના સિટી હૉસ્પિટલમાં દાખલ હતાં, જ્યાં ઑક્ટોબરની સવારે તેમણે અંતિમ શ્વાસ લીધાં.

સોનાલી અભિનેત્રી સોલંકી રૉય અને ગૌરવ ચેટર્જીની મુખ્ય જોડી તરીકે અભિનીત બંગાળી મેગા ધારાવાહિક ગતચોરા (Gaatchora)નો ભાગ હતાં. સોનાલીએ આ સીરિયલમાં સોલંકીનાં કાકીની ભૂમિકા ભજવી.

આ પણ વાંચો : Morbi Tragedy: ઝૂલતા પૂલમાં મોતનું તાંડવ, મોતનો આંકડો 190એ પહોંચ્યો

તેમના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર દોડાઈ ગઈ છે. તમામ એક્ટર્સ તેમના જવા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે અનેક બંગાળી ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું હતું. વર્ષ 2022માં આવેલી ફિલ્મ `હાર જીત`માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં દર્શકોએ તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા હતા. આ સિવાય ફિલ્મ `બંધન`માં પણ તેમણે કામ કર્યું હતું.

television news indian television entertainment news