ટીવીની જાણીતી અભિનેત્રી લીના આચાર્યનું કિડની ફેલ થવાથી નિધન

22 November, 2020 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ટીવીની જાણીતી અભિનેત્રી લીના આચાર્યનું કિડની ફેલ થવાથી નિધન

લીના આચાર્ય (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

ટીવીની પૉપ્યુલર અભિનેત્રીઓમાંની એક લીના આચાર્યનું કિડની ફેલ થવાને કારણે નિધન થઈ ગયું છે. તે છેલ્લા દોઢ વર્ષથી કિડનીની તકલીફનો સામનો કરી રહી હતી. તેની મમ્મીએ થોડાંક સમય પહેલા કિડની દાન કરી હતી. પણ તે બચી શકી નહીં. લીના દિલ્હીના એક હૉસ્પિટલમાં દાખલ હતી. તેના નિધન બાદ અનેક ટીવી હસ્તિઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

સીરિયલ શેઠ જીમાં લીના આચાર્યના કૉ-સ્ટાર વરશિપ ખન્નાએ કહ્યું, "લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનીની સમસ્યાથી લડી રહી હતી. કેટલાક સમય પહેલાં તેની મમ્મીએ તતેને કિડની આપી હતી, પણ તે સર્વાઇવ કરી શકી નહીં." ક્લાસ ઑફ 2020માં તેના કૉ-સ્ટાર રહી ચૂકેલા રોહન મેહરાએ પણ તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઇન્સ્ટા સ્ટોરી પર લીના સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી છે.

રોહન મેહરાએ યાદ કરી શૂટિંગની ક્ષણો
આ તસવીરો શૅર કરતા તેણે લખ્યું કે, "ઇશ્વર તમારી આત્માને શાંતિ આપે લીના આચાર્ય મેમ. ગયા વર્ષે આ જ સમયે આપણે ક્લાસ ઑફ 2020નું શૂટિંગ કરી રહ્યા હતા. હંમેશાં યાદ કરતો રહીશ." એક્ટર ભાલેરાવે પણ લીનાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લીના સાથેની છેલ્લી વાતચીતનો સ્ક્રીનશૉટ અને એક તસવીર શૅર કરી છે. આમાં લીના કહે છે કે તે કંઇ નથી કરી રહી. આ વર્ષે તે આરામ કરશે. આવતા વર્ષે મુંબઇ જશે.

અભિષેક ભાલેરરાવે દુઃખ વ્યક્ત કર્યું
અભિષેક ભાલેરાવ સ્ક્રીનશૉટ શૅર કરતા લખે છે કે, "લીના આચાર્ય સાથે મારી છેલ્લી વાતચીત... તમારી આત્માને શાંતિ મળે. એક અદ્ભુત અભિનેત્રી, એક હસલર, જે દરેક ઑડિશનમાં અરજી આપે છે અને નિયમિત રીતે મારી સાથે શૅર કરે છે. તે એક સુંદર આત્મા." જણાવવાનું કે લીના આચાર્યએ 'સેઠ જી', 'આપ કે આ જાને સે', 'મેરી હાનિકારક બીવી' અને 'ક્લાસ ઑફ 2020' સહિત અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું હતું. તેમણે રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'હિચકી'માં પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું.

indian television television news entertainment news