બને કે તમારા વૉચમૅન કે સફાઈ-કામદારને લંચ રોશનીએ પહોંચાડ્યું હોય

01 July, 2020 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બને કે તમારા વૉચમૅન કે સફાઈ-કામદારને લંચ રોશનીએ પહોંચાડ્યું હોય

સ્ટાર પ્લસની સિરિયલ ‘યે જાદુ હૈ જીન કા’ની રોશની એટલે કે અદિતિ પણ રિયલ લાઇફમાં એવા લોકોની માટે જીન બનીને આવી જેને બે ટંકનું જમવાનું નહોતું મળતું. અદિતિએ આ હેલ્પ પણ એવી રીતે કરી કે કોઈએ તેની સામે હાથ પણ ફેલાવવો ન પડે. લૉકડાઉનમાં અદિતિ દરરોજ એક મોબાઇલ-ઍપ્લિકેશનની હેલ્પથી ૧૫-૨૦ લોકોને ફૂડ પહોંચાડતી હતી. અદિતિ નહોતી ઇચ્છતી કે કોઈ એવી શરમજનક અવસ્થામાં ન મુકાય અને આ જ કારણે તેણે પોતાની હેલ્પ પહોંચાડવા માટે મોબાઇલ-ઍપનો સહારો લીધો. એક મોબાઇલ-ઍપ એવી છે જેમાં તમે જેટલા લોકોને જમાડવા માગતા હો એટલા લોકોને ફન્ડ ટ્રાન્સફર કરી દો. શહેરનું પણ ઑપ્શન આપવામાં આવે છે. તમારું ફન્ડ પછી ગણતરીની મિનિટોમાં જ એ શહેરમાં તમે કહ્યા હોય એટલા લોકોને ફૂડ-પૅકેટ પહોંચાડી દેવામાં આવે. અદિતિ લૉકડાઉન દરમ્યાન સતત આ કામ કરતી રહી અને એ રીતે પોતે પોતાની ફરજ પણ નિભાવતી રહી.

અદિતિ કહે છે, ‘નાનીસરખી લાગણી કે દયાથી થતું એક કામ પણ દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે તો પછી શું કામ મનને એવું ન બનાવીએ કે બીજાને સાથ આપવામાં એ પાછું ફરે. લૉકડાઉન જ નહીં, આજે પણ અનેક લોકોને બે ટંકનું જમવાનું નથી મળતું, એ લોકો પેટ ભરીને સૂએ એની જવાબદારી ક્યાંક ને ક્યાંક સુખી લોકોની છે.’

અદિતિ આજે પણ એ મોબાઇલ-ઍપથી ફૂડ પહોંચાડવાની પોતાની જવાબદારી પૂરી કરે છે.

entertainment news indian television television news star plus