કોરોના અસરગ્રસ્તોના સમર્થન માટે જે ડી મજેઠિયાએ લૉન્ચ કરી વૅબસાઈટ

20 April, 2020 08:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના અસરગ્રસ્તોના સમર્થન માટે જે ડી મજેઠિયાએ લૉન્ચ કરી વૅબસાઈટ

જે ડી મજેઠિયા

'ખિચડી' અને 'સારાભાઈ vs સારાભાઈ' ફેમ અભિનેતા-પ્રોડયુસર જે ડી મજેઠિયાએ કોરોના વાયરસ (COVID-19)ના સમર્થનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારને સમર્થન આપવા માટે વૅબસાઈટ 'Fan Ka Fan' લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.

જે ડી મજેઠિયાની વૅબસાઈટ 'Fan Ka Fan' કોરના વાયરસ સામે લડવા માટે ભંડોળ ભેગો કરવા પ્રોત્સહિત કરે તેનો એક સર્જનાત્મક પ્રયોગ છે. જે ફેન દાન આપવાની પ્રતિજ્ઞા લેશે તેમને આ પહેલ સાથે સંકળાયેલા મનપસંદ ટેલિવિઝિન સેલિબ્રિટિઓ તરફથી એક રેકોર્ડેડ વિડિયો મળશે.

જે ડીએ કહ્યું હતું કે, જ્યારે આપણો દેશ અને માનવજાતિ આ મહામારી સામે લડી રહ્યું છે ત્યારે મને કોરોના સંક્રમિત લોકો માટે કંઈક કરવાની ઈચ્છા હતી. પરીક્ષાનો આ એક એવો સમય છે જ્યારે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી લોકોને આગળ આવીને દાન કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. હું ખુશ છું કે આ પહેલમાં ભાગ લેવા માટે ઘણા બધા સેલેબ્ઝ આગળ આવ્યા છે. જે લોકો ફાળો આપશે તેમને તમેના પ્રિય સેલિબ્રિટિ પાસેથી આભાર માનતો એક વિડિયો મોકલવામાં આવશે. મને આશા છે કે અમારી પહેલ મદદરૂપ થશે.

દિવ્યંકા ત્રિપાઠી, વિવેક દહિયા, રિત્વિક ધનજાની, આરજે મલિશ્કા, ગૌતમ રોડે, ભારતી સિંઘ, શૈલેષ લોઢા, રૂપાલી ગાંગુલી, કિકુ શારદા, રશ્મિ દેસાઈ, સુમિત રાધવન, ડેલનાઝ ઈરાની, કરણ વી ગ્રોવર, અદા ખાન, શુભાંગી અક્ષે, સુધા ચંદ્રન, તેજસ્વી પ્રકાશ, રોહિતાશ ગૌડ સહિત અનેક સેલેબ્ઝ આ ઝુંબેશનો ભાગ છે.

entertainment news JD Majethia indian television television news