‘બિગ બૉસ’ના બુલાવાની રાહ જોઈ રહી છે આશના કિશોર

02 August, 2021 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશનાને જોકે ‘ખતરોં કે ખિલાડી’ નથી કરવી, કારણ કે તેને અમુક પશુઓથી બહુ ડર લાગે છે

‘બિગ બૉસ’ના બુલાવાની રાહ જોઈ રહી છે આશના કિશોર

‘હપ્પુ કી ઉલટન પલટન’માં જોવા મળનારી આશના કિશોર હાલમાં ‘બિગ બૉસ’ના બુલાવાની રાહ જોઈ રહી છે. આ પ્રકારના શોમાં કામ કરવાની તેની ઘણી ઇચ્છા છે. ‘બિગ બૉસ’ આ વર્ષે ૮ ઑગસ્ટથી વૂટ ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ થઈ રહ્યો છે. આ શો શરૂ થયાના થોડા સમય બાદ એને ટીવી પર રજૂ કરવામાં આવશે. આશનાને પૂછતાં તેણે ‘બિગ બૉસ’માં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેનું માનવું છે કે આ એક સર્વાઇવલ શો છે. છેલ્લે સુધી તમે સર્વાઇવ કરી શકો છો કે નહીં એને ટેસ્ટ કરવામાં આવે છે એથી એમાં જવાની તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે ‘ખતરોં કે ખિલાડી’માં તે જવા નથી માગતી, કારણ કે તેને પેટથી ચાલનારા જીવો અને અન્યા ક્રીચરથી ખૂબ ડર લાગે છે.

television news indian television