25 April, 2026 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મારે કોઈ પાસે કંઈ સાબિત કરવાની જરૂર નથી
ટીવી-સિરિયલ ‘કહીં તો હોગા’થી સારીએવી સફળતા મેળવનાર ઍક્ટ્રેસ આમના શરીફ પતિ અમિત કપૂર સાથે ડિવૉર્સ લેવાની છે એવી છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી. હવે આ મામલે આમનાએ પોતાનું મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે.
ડિવૉર્સની ચર્ચા પર પ્રતિક્રિયા આપતાં આમનાએ કહ્યું હતું કે ‘હું ડ્રામાથી દૂર રહેવાનું પસંદ કરું છું અને મારે કોઈ પાસે કંઈ સાબિત કરવાની જરૂર નથી. મારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ અલગ છે અને હું મારા પરિવારને અનાવશ્યક રીતે જાહેર ચર્ચામાં લાવવા માગતી નથી.’