આજની પેઢી જાણે છે તેમની લાઈફ-પાર્ટનર પાસેથી તેમની અપેક્ષાઓ: રૂપલ પટેલ

09 May, 2019 12:28 PM IST  |  મુંબઈ

આજની પેઢી જાણે છે તેમની લાઈફ-પાર્ટનર પાસેથી તેમની અપેક્ષાઓ: રૂપલ પટેલ

રૂપલ પટેલ

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં જોવા મળેલી રૂપલ પટેલનું કહેવું છે કે આજની જનરેશન ખૂબ જ સ્માર્ટ છે. આ શોમાં હાલમાં મૅરિટલ કોર્ટશિપનો ટ્રૅક ચાલી રહ્યો છે. શોની લીડ હિરોઇન મિષ્ટીની ડિમાન્ડ હોય છે કે તે મૅરિટલ કોર્ટશિપમાં થોડો સમય રહે અને એ ડિમાન્ડ મીનાક્ષી એટલે કે રૂપલ પટેલનું પાત્ર મંજૂર કરે છે. આ વિશે વધુ જણાવતાં રૂપલ પટેલે કહ્યું હતું કે ‘આજની જનરેશન ખૂબ જ સ્માર્ટ છે અને તેમને તેમના લાઇફ-પાર્ટનર પાસેથી શું જોઈએ છે એની તેમને ખબર હોય છે.

આ પણ વાંચો : દિશાના કમબેકની અટકળો તેજ, દિશાની નેહા મહેતા સાથેની તસવીરો વાયરલ

મૅરેજ કરતાં પહેલાં મિષ્ટી તેના પાર્ટનરને ખૂબ જ સારી રીતે સમજવા માગતી હોય છે અને એ આજની જનરેશન જ દેખાડે છે. એ ખૂબ જ જરૂરી છે કે આપણે મૅરિટલ કોર્ટશિપ જેવા મુદ્દાને શોમાં રજૂ કરીએ જેથી યુવાનો પણ તેમની લાઇફને લઈને થોડા જાગરૂક બને.’

television news tv show star plus