પહેલી વાર પટૌડી પૅલેસમાં લૉન્ચ કરવામાં આવશે શો

04 October, 2019 01:57 PM IST  |  મુંબઈ

પહેલી વાર પટૌડી પૅલેસમાં લૉન્ચ કરવામાં આવશે શો

સૈફ અલી ખાન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનસૂર અલી ખાન પટૌડીના પૅલેસમાં હવે ટીવી-શો લૉન્ચ કરવામાં આવશે. આ ઘર હાલમાં સૈફ અલી ખાનનું છે અને તેની હાજરીમાં આ શો ત્યાં લૉન્ચ કરવાની ચર્ચા છે. સ્ટાર પ્લસ પર બહુ જલદી ફેરિટેલ પ્રકારનો એક નવો શો શરૂ થઈ રહ્યો છે. ડિઝની અને સ્ટાર ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શોનું નામ ‘યે જાદુ હૈ જીન કા’ આપવામાં આવ્યું છે. ‘એક દીવાના થા’માં જોવા મળેલો વિક્રમ સિંહ ચૌહાણ અને ‘કલી રે’માં જોવા મળેલી અદિતિ શર્મા આ શોમાં લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : વિશાલ આદિત્ય સિંહ નચ બલિયે 9માં બન્યો કિન્નર

આ શોની સ્ટોરી નવાબ અમન જુનૈદ ખાનની આસપાસ ફરે છે જેના પર એક ખરાબ જીનનો પડછાયો પડ્યો હોય છે. આ શોમાં રોશનીનું પાત્ર ભજવતી અદિતિ શર્મા એક તવાયફની દરકરી હોય છે અને શું તે જીનથી અમનને બચાવી શકશે કે નહીં એ એક સવાલ છે. આ શોમાં નવાબની વાત હોવાથી એ શો નવાબના ઘર ‘પટૌડી પૅલેસ’માં કરવામાં આવશે.

television news tv show