The Kapil Sharma Show:અર્ચનાએ સલમાનના લગ્નને લઇને કર્યો મજાક,જુઓ વીડિયો

13 December, 2019 04:50 PM IST  |  Mumbai Desk

The Kapil Sharma Show:અર્ચનાએ સલમાનના લગ્નને લઇને કર્યો મજાક,જુઓ વીડિયો

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન ક્યાંક જાય અને ત્યાં તેમના લગ્નનો ઉલ્લેખ ન હોય એવું થઈ જ નહીં શકે. તાજેતરમાં જ સલમાન પોતાની અપકમિંગ ફિલ્મ 'દબંગ 3'નું પ્રમોશન કરવા કપિલ શર્માના શૉ 'ધ કપિલ શર્મા શૉ'માં પહોંચ્યો તો અહીં તેના લગ્નનો ઉલ્લેખ અર્ચના પૂરણ સિંહે કરી દીધો. અર્ચનાએ જે રીતે સલમાનના લગ્નને લઇને મસ્તી કરી છે, તેનાથી તો ભાઇજાન પણ શરમાઇ ગયા અને કંઇ બોલી જ ન શક્યા.

હકીકતે, થયું એવું કે સલમાન પોતાની આખી ટીમ સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર, કિચ્ચા સુદીપ, પ્રભુદેવા અને અરબાઝ ખાનની સાથે કપિલના શૉમાં પહોંચ્યો હતો.

મસ્તીભર્યો માહોલ બનેલો હતો ત્યારે જ અર્ચનાએ સુદીપને કહ્યું, "સુદીપ તમને ખબર છે તમારામાં અને સલમાનમાં ઘણી બધી સામ્યતાઓ છે." આના પર સુદીપ પૂછે છે શું? તો અર્ચના જણાવે છે કે, "તમે એક ફિલ્મ કરી હતી 'હુચ્ચા' સલમાને હિન્દીમાં તેની જ રીમેક 'તેરે નામ' કરી. તેના પછી તમે એક ફિલ્મ કરી છે 'પહેલવાન' જે પહેલવાનીને લઈને હતી, સલમાને પણ એક એવી ફિલ્મ કરી છે જે પહેલવાનીને લઈને છે 'સુલ્તાન'."

તેના પછી અર્ચના સલમાનના લગ્નનો ઉલ્લેખ કરતાં સુદીપને કહે છે, "તેના પછી તમે લગ્ન કરી લીધા..." અર્ચનાની વાત સાંભળીને બધાં જોર જોરથી હસવા લાગ્યા. સલમાન અર્ચનાને શરમાઇને જુએ છે પણ તેને કંઇ કહી નથી શકતો.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

તમને જણાવીએ કે સલમાન અને અરબાઝની ફિલ્મ 'દબંગ 3' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. ફિલ્મ 20 ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. 'દબંગ 3' સલમાનની 'દબંગ' ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. 'દબંગ 3'માં સલમાન સાથે સોનાક્ષી સિન્હા, સઇ માંજરેકર, કિચ્ચા સુદીપ, પ્રભુદેવા, અરબાઝ ખાન અને પ્રમોદ ખન્ના પણ દેખાશે.

the kapil sharma show Salman Khan archana puran singh kapil sharma bollywood news bollywood bollywood gossips