કમલ હાસન તામિલ બિગ બૉસની ત્રીજી સીઝનને હોસ્ટ કરશે

16 May, 2019 10:59 AM IST  | 

કમલ હાસન તામિલ બિગ બૉસની ત્રીજી સીઝનને હોસ્ટ કરશે

કમલ હાસન

કમલ હાસન ફરી ‘બિગ બૉસ’ના તામિલ વર્ઝનના હોસ્ટ તરીકે જોવા મળી રહ્યાં છે. આ શોની પહેલી સીઝન ૨૦૧૭માં શરૂ થઈ હતી. આ શો બાદ કમલ હાસનની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી કે તેઓ તામિલના કલ્ચરને બગાડી રહ્યા છે. જોકે કમલ હાસને એ સમયે કહ્યું હતું કે ભારતમાં ક્રિકેટ જેટલું જરૂરી છે એટલો જ ‘બિગ બૉસ’ પણ જરૂરી છે. જોકે ગઈ કાલે જ આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Cannes 2019: રેડ કાર્પેટ પર હિના ખાનના લૂકે જીત્યા લોકોના દિલ

આ પ્રોમ દ્વારા ફાઇનલ થઈ ગયું હતું કે તેઓ શોને હોસ્ટ કરી રહ્યા છે. તેઓ આ સાથે ‘ઇન્ડિયન 2’માં પણ કામ કરી રહ્યા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે એક વાર તેઓ પૉલિટિક્સમાં એન્ટર થઈ ગયા ત્યાર બાદ ફિલ્મોમાં કામ છોડી દેશે. જોકે એ તો હવે જોવું રહ્યું.

kamal haasan Regional Cinema News