Cannes 2019: રેડ કાર્પેટ પર હિના ખાનના લૂકે જીત્યા લોકોના દિલ

ફ્રાંસ | May 16, 2019, 10:08 IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નાના પડદાની કોમોલિકા એટલે કે હિના ખાને ડેબ્યૂ કર્યું. તેનો લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Cannes 2019: રેડ કાર્પેટ પર હિના ખાનના લૂકે જીત્યા લોકોના દિલ
હિના ખાનનો કાન્સ રેડ કાર્પેટ પર જાદૂ(તસવીર સૌજન્યઃ AFP)

હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ. હિનાએ આ ઘટનાને 'ભગવાનની દેન' ગણાવ્યું. હિના ખાન લાંબા સમયથી આ ઈવેન્ટ માટે તૈયારી કરી રહી હતી. અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી.

તસવીરોમાં હિના ખાન પાપારાઝીઓને પોઝ આપતી જોવા મળી રહી છે. જુઓ હિના ખાનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ..

 

 
 
 
View this post on Instagram

#Cannes2019 The picture is just not “a” picture. #GodsSign #ShiningStar @festivaldecannes

A post shared by Hina Khan (@realhinakhan) onMay 15, 2019 at 2:58pm PDT


જ્યારથી અહેવાલો સામે આવ્યા કે હિના ખાન રેડ કાર્પેટ પર ચાલવાની છે ત્યારેથી તેના ચાહકોમાં ઉત્સુકતા હતી કે હિના ખાનનો લૂક કેવો હશે. હિનાએ કાન્સ માટે આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર ઝિયાદના ગાઉનમાં જોવા મળી.

HINA KHAN CANNES(તસવીર સૌજન્યઃ AFP)

હિના ખાને ડિઝાઈનર ગાઉન, લાઈટ મેકઅપ, નેચરલ પિંક લિપ્સ અને બાંધેલા વાળ સાથે પોતાનો લૂક કમ્પલીટ કર્યો. અભિનેત્રી રેડ કાર્પેટ પર એકદમ એલીગન્ટ અને ગ્રેસફુલ લાગતી હતી.

HINA KHAN CANNES(તસવીર સૌજન્યઃ AFP)

હિના ખાન ન માત્ર કાન્સના રેડ કાર્પેટ પર ચાલવાની છે પરંતુ તે ત્યાં સ્પીચ પણ આપશે. હિના ખાન તેના કાન્સ ડેબ્યૂને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે અને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ તેનું પ્રુફ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK